ખાસ-ખબર સંવાદદાતા
વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ગીર સોમનાથ જિલ્લામાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. કોડીનાર તાલુકાના પાવટી ગામ ખાતે આવી પહોંચતા બાલિકાઓ દ્વારા તિલક કરીને રથનુ સ્વાગત કરવામાં આવ્યુ હતું. તેમજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. પાવટી ખાતેના વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં પાત્રતા ધરાવતા નાગરિકોને સરકારની યોજનાઓનો મહાનુભાવોના હસ્તે લાભ આપવામા આવ્યો હતો અને ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ પણ નિહાળી હતી. આ સાથે ગ્રામજનોએ આરોગ્ય કેમ્પનો પણ લાભ લીધો હતો તેમજ જૈવિક ખેતી કરતા ખેડૂત સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો.તદુપરાંત ડ્રોન નિદર્શન કરવામાં આવ્યુ હતું. સ્થળ પરથી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો અને ચારથી વધુ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા અને વિકસિત ભારત’ માટે પ્રતિજ્ઞા લીધી હતી.
કોડીનારના પાવટી ગામ ખાતે વિકસીત ભારત સંકલ્પ યાત્રાના રથનું કરાયું ભવ્ય સ્વાગત
