ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
વિસાવદર સ્વામિનારાયણ ગુરુકુળ સ્વામી તથા પ્રિન્સિપાલ એ.આર. દોશીસાહેબ, કેમ્પસ ડાયરેક્ટર જીતુભાઇ ડોબરીયા તથા સ્ટાફ મિત્રોની સીધી દેખરેખ નીચે શિક્ષક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી. મહાન કેળવણીકાર અને પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ.ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મ દિવસ 5 મી સપ્ટેમ્બર દિનની શિક્ષકદીન તરીકે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવેલ હતી.આ દિવસે ગુરુકુળના મોટા ધોરણની વિદ્યાર્થીનીઓ દ્વારા આબેહૂબ શિક્ષકનો ડ્રેસ સાડી પહેરી તેનાથી નીચેના વર્ગોમાં જઈ અને શિક્ષક તરીકેના પાઠ ભણાવેલ હતા. જ્યારે શાળાના આચાર્ય અસ્વીનભાઈ દોશી દ્વારા શિક્ષક દિન શા માટે ઉજવવામાં આવે છે
- Advertisement -
તે અંગેની વિસ્તૃત સમજ સ્કૂલના બાળકોને આપેલ હતી અને મહાન કેળવણીકાર અને પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ.ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસ 5 મી સપ્ટેમ્બર દિનની શિક્ષકદીન તરીકે શા માટે ઉજવવામાં આવે છે અને સ્વ.ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન કોણ હતા તેંના જીવનના વિવિધ પ્રસંગો વિશે બાળકોને માહિતીગાર કરેલ હતા.અને આજે એક દિવસ સ્કૂલની વિદ્યાર્થીનીઓ શિક્ષક બની શિક્ષાના પાઠ ભણાવતી નજરે પડેલ હતી.