ખાસ-ખબર સંવાદદાતા
સોમનાથ ટ્રસ્ટ દ્વારા લોકોની સુખાકારી માટે વિના મૂલ્યે સારવાર તથા નિદાન કેમ્પ યોજાય છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ ટી.એફ.સી ( ટુરિસ્ટ ફેસીલીટી સેન્ટર) ખાતે દર માસની 1 લી તારીખે દંતચિકિત્સા કેમ્પ સવારે 9 થી12 વાગ્યા સુધી યોજાય છે.આ દંતચિકિત્સા કેમ્પ શ્રી સોમનાથ ટી.એફ.સી (ટુરિસ્ટ ફેસીલીટી સેન્ટર)ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટ તેમજ ડિવાઇન ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ.જે દંતચિકિત્સા કેમ્પમાં ડોક્ટર,નર્સિંગ સ્ટાફ દ્વારા 63 જેટલા દર્દીઓનું નિદાન કરી. 40 જેટલા લાભાર્થીઓને બત્રીસી ફીટ કરી આપવામાં આવેલ.જેનો લાભાર્થીઓ એ લાભ લઇ શ્રી સોમનાથ ટ્રસ્ટ મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કરેલ.
સોમનાથમાં યાત્રિક સુવિધા કેન્દ્ર ખાતે નિ:શુલ્ક દંતયજ્ઞ કેમ્પ યોજાયો
