જૂનાગઢ બિલખા રોડ પર થોડા દિવસ અગાઉ ઘટના બની હતી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ બિલખા રોડ પર થોડા દિવસ અગાઉ સિંહ પાછળ કાર દોડાવતા સમયે વન કર્મીએ કાર ચાલકને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે જી.જે.38 બીડી 302 નંબરની કારના ચાલક પ્રતાપ દરબાર નામના શખ્સે વનકર્મી અને તેના ઉપલા અધિકારી ગાળો બોલીને તમને જોઇ લઇશ તેવી ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હતી.
સિંહ પાછળ કાર દોડાવનાર પ્રતાપ દરબાર સામે વનકર્મીએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. જે અનુસંધાને વન વિભાગે પ્રતાપ દરબારની અટકાયત કરી રૂા.50 હજારનો દંડ ફટકારી કડક કાર્યવાહી કરી હતી.