જૂનાગઢ કૃષિ યુનિવસિઁટી જૂનાગઢની વિસ્તરણ શિક્ષણ નિયામાકની કચેરી દ્વારા ચાલતી સેન્ટર ઓફ કોમ્યુનિકેશન નેટ વર્ક યોજના અને બાગાયત દ્વારા ગજજ અંતર્ગત વંથલી તાલુકાના નરેડી ગામે ખેડૂત તાલીમ કુલપતિશ્રી ડો.વી.પી.ચોવટીયાની પ્રેરણા અને ડો. એચ.એમ.ગાજીપરાના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. તેમાં 100 જેટલા ખેડૂતો તેમજ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.આ પ્રસંગે ડો જી.આર.ગોહિલે જણાવ્યું કે, ખેતી સાથે સામુહિક પશુપાલન વ્યવસાય કરી તેને સ્વીકારીએ જેથી પૂરક આવક મેળવી, આર્થિક સધ્ધરતાથી કુટુંબની સુખાકારી વધારી શકાય ખેતીની વૈજ્ઞાનિક પધ્ધતિઓ સંબધિત તજજ્ઞતા અપનાવા ગુણવતા યુક્ત ઉત્પાદન કરવાનો અનુરોધ કરેલ.વધુ પડતી દવાઓ અને ખાતરોના કારણે જમીનની ઉત્પાદકતા ઘટી છે.સજીવ ખાતરો ઉમેરીને જમીનની ફળદ્રુપતા વધારવાન ઉપર ભાર મુક્યો હતો.બદલાતા વાતાવરણ ને ધ્યાને રાખીને ખેતી કરવા અનુરોધ કરેલ. આ પ્રસંગે હાલની પાક પરિસ્થિતિને ધ્યાને રાખી કીટકશાસ્ત્ર નાં વડા ડી એમ.એફ.આચર્યએ કપાસમાં ગુલાબી ઈયળ તેમજ મગફળીમાં મુંડાનાંનિયંત્રણ માટે વિસ્તૃત માહિતી આપી હતી.રોગશાસ્ત્ર વિભાગના ડો.વી.એસ.લાઠીયા, પશુપાલનનાડો.પી.એમ.ગામીત વગેરેએ વિષય અનુરૂપ માર્ગદર્શન આપેલ.આ કાર્યક્રમનું સંચાલન અને સંકલન ડો. એચ.વી. વસાવાએ કરેલ.
Follow US
Find US on Social Medias