ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ દર્શન સ્કૂલમાં ઉર્જા બચત સપ્તાહ અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન વી.એન.કગથરા કાર્યપાલક ઈજનેરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલું હતું. તે અનુસંધાને શાળામાં નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જે અંતર્ગત નિબંધ સ્પર્ધામાં આશરે 65 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો અને ચિત્ર સ્પર્ધામાં આશરે 48 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. જેમાં સ્પર્ધામાં વિજેતાઓને પી.જી.વી.સી.એલ.ની ટીમના તમામ સભ્યો તથા શાળાના સંચાલક વિઠ્ઠલાણી હસ્તે પ્રોત્સાહન ઈનામ આપવામાં આવેલ હતુ. તેમજ તેઓ દ્વારા દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
વેરાવળ દર્શન સ્કૂલમાં ઊર્જા બચત સપ્તાહ અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા યોજાઇ
