ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.30
વેરાવળની ભાવના સોસાયટી નજીક આવેલ કાર્યસિદ્ધ હનુમાનજી મંદિરે છેલ્લા 8 વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે.ત્યારે આ વર્ષે અહીં માટીના હનુમાનજી સ્વરૂૂપના ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે.જેમાં માટી, ઘાસ, પ્લાઇ સહિતની વસ્તુનો ઉપયોગ કરાયો છે અને 5 દિવસની મહેનત મૂર્તિ બનાવવા માટે લાગી છે.જેની ઊંચાઈ અંદાજે 4 ફુટ અને 3 ફૂટ પહોળાઈ છે.નોંધનીય છે કે,કાર્યસિદ્ધ હનુમાનજીની મૂર્તિ પણ આબેહુબ સાળંગપુર હનુમાનજી જેવી છે ત્યારે અહીંના હનુમાનજી સ્વરૂૂપ ગણપતિ પણ સમગ્ર શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
વેરાવળના કાર્યસિદ્ધ હનુમાન મંદિરે હનુમાનજી અવતારના માટીના ગણેશજીની સ્થાપના કરવામાં આવી



