ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટથી સોમનાથ સુધીની 400 કી.મી.ની સાઈકલિંગ પી.આર.એમ.ની ઇવેન્ટમાં ભાગ લઈને જૂનાગઢ આવ્યા હતા રાજકોટના પરાગ તન્ના અને નીરવ ધડુકના જણાવ્યા અનુસાર રાજકોટથી 18 મેમ્બરો નીકળ્યા હતા. જેમાં 400 કિલો મીટરનું અંતર ટાઈમ લિમિટમાં પૂરૂ કરવાનું હોય છે. રાજકોટની ઓડેડસ ક્લબ મેમ્બર દ્વારા આવર્ષે 200,300 અને 400 કિલો મીટરનું આયોજન કરવામાં આવ્યું હતું અને આગામી 7 જાન્યુઆરીએ 600 કી.મી.નું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્લબ આંતરરાષ્ટ્રીય સાથે પેરિસ સાથે જોડાયેલ છે. અને ગ્રુપ મેમ્બરો એ જાતે ભાગ લઈને આ ઇવેન્ટ જોડાવાનું હોઈ છે.
રાજકોટથી સોમનાથ સુધી 400 કી.મી.સાઈકલિંગ ઇવેન્ટ યોજાઇ
