પાકિસ્તાન, ચીન અને પાપુઆ ન્યુ ગિનીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા, ચીનના વિવાદિત વિસ્તાર જીજાંગમાં 5.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
ભારતના પડોશમાં ફરી એકવાર ધરતી ધ્રૂજી છે. આ વખતે એક સાથે ત્રણ દેશોમાં જોરદાર ભૂકંપનો આચંકો અનુભવયો આવ્યો છે. મંગળવારે વહેલી સવારે પાકિસ્તાન, ચીન અને પાપુઆ ન્યુ ગિનીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જેના કારણે સૂતેલા લોકો પણ ડરી ગયા હતા તેમજ ભૂકંપના આંચકા અનુભવાતાની સાથે જ લોકો ઘરની બહાર દોડીને રસ્તાઓ પર આવતા જોવા મળ્યા હતા. અત્યારે આ ત્રણેય દેશોમાં જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. પાપુઆ ન્યુ ગિનીમાં સૌથી વધુ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાની વિગત છે.
- Advertisement -
03:38 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર પાકિસ્તાનમાં આજે સવારે 03:38 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 નોંધાઈ છે. પાકિસ્તાનમાં આવેલા ભૂકંપમાં અત્યાર સુધી કોઈ નુકસાનના સમાચાર નથી. જો કે લોકોએ જોરદાર આંચકો અનુભવ્યો હતો.
An earthquake of Magnitude 4.2 on the Richter scale hit Pakistan at 03:38 am today: National Centre for Seismology pic.twitter.com/wke51lrCjL
— ANI (@ANI) November 27, 2023
- Advertisement -
કોઈ નુકસાનના સમાચાર નથી
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ચીનના વિવાદિત વિસ્તાર જીજાંગમાં આજે સવારે 03:45 કલાકે રિક્ટર સ્કેલ પર 5.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમજ પાપુઆ ન્યુ ગિનીમાં ન્યુ ગિનીના ઉત્તરીય કિનારે આજે સવારે 03:16 વાગ્યે રિક્ટર સ્કેલ પર 6.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરે હજુ સુધી ત્રણેય સ્થળોએ કોઈ નુકસાનના સમાચાર આપ્યા નથી. જો કે લોકો ભયની સ્થિતિમાં જોવા મળ્યા હતા.