સંયુકત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં પાકિસ્તાને ફરી લખણ ઝળકાવ્યા હતા. ઈઝરાયેલ પેલેસ્ટાઈન યુદ્ધની ચર્ચા વચ્ચે કાશ્મીર રાગ શરૂ કરતાં ભારત તરફથી જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો, ગમે ત્યાં અને ગમે ત્યારે કાશ્મીર મુદ્દો ઉભો કરવાની જુની આદત હોવાનું દર્શાવીને પાકને ફટકાર લગાવવામાં આવી હતી.
યુનો સુરક્ષા બેઠકમાં પાકિસ્તાને કાશમીર મુદ્દો ઉપસ્થિત કરતાની સાથે જ ભારતીય પ્રતિનિધિઓ અરીસો દેખાડી દીધો હતો. પાકિસ્તાન દ્વારા એવી ટીપ્પણી કરવામાં આવી હતી કે જે રીતે ઈઝરાયેલ પેલેસ્ટાઈનનાં લોકોની સ્વતંત્રતા દબાવી રહ્યું છે તેવી જ રીતે ભારત પણ કાશ્મીરમાં કાશ્મીરીઓનો અવાજ સાંભળવાનો ઈન્કાર કરી રહ્યું છે.
- Advertisement -
પાકની આ ટીપ્પણીનો ભારતે વળતો આકરો જવાબ આપતા એમ ક્હયું કે ઈઝરાયેલ પેલેસ્ટાઈન વિવાદનો શાંતિપૂર્ણ અને કાયમી ઉકેલ આવે તેવુ ભારત ઈચ્છે છે. પાકની ટીપ્પણી પર પ્રહાર કરતાં કહ્યું કે તેમની જુની આદત છે.ભારતનાં અવિભાજય અંગ સમા ભાગનો તેના દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પ્રકારની ટીપ્પણી તિરસ્કારરૂપ છે અને તેનો,કોઈ જવાબ આપવાની જરૂર નથી. પાકિસ્તાનનાં સ્થાયી પ્રતિનિધિ મુકીર અકરમે ગાઝા નરસંહારનો ઉલ્લેખ કરીને કાશ્મીર પર નિશાન તાકયુ હતું અને કાશ્મીરની સ્થિતિને ગાઝા જેવી ગણાવી હતી.
તેઓએ કહ્યુ કે વૈશ્વીક શાંતિ સુરક્ષા પરિષદની જવાબદારી છે, ગાઝામાં નરસંહાર રોકવામાં સુરક્ષા પરિષદ નિષ્ફળ ગયુ છે. તેવી જ રીતે ભારતનો ગેરકાયદે કબ્જો ધરાવતાં જમ્મુ-કાશ્મીરમાં પણ અત્યાચાર-નરસંહાર રોકવામાં આવતા નથી. ઈઝરાયેલ જેમ પેલેસ્ટાઈન દબાવીને બેઠુ છે તેમ ભારતના 9 લાખ સૈનિકો કાશ્મીરમાં આઝાદીની લડાઈ દબાવી રહ્યા છે.આ પૂર્વે એકાદ માસ પુર્વે પણ પાકના કાર્યકારી વડાપ્રધાન અનરૂલ-હક-કાલ્ફ પણ કાશ્મીર મુદો ઉઠાવ્યો હતો અને ત્યારે ભારતે ત્રાસવાદને રક્ષણ આપતો દેશ ગણાવીને બોલતી બંધ કરી દીધી હતી.