અભિનેત્રી અને ભાજપ નેતા ગૌતમી તડિમલ્લાએ પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. આની સાથે જ તેમણે એક પત્ર જાહેર કરીને ભાજપ નેતાઓ પર નિશાન સાધ્યું છે. તેમણે આ આરોપ પણ લગાવ્યો કે પાર્ટી તેમને સપોર્ટ કરી રહી નથી.
25 વર્ષ પહેલા પાર્ટીમાં સામેલ થયા હતા
તેમણે વધુમાં લખ્યું કે, બહુ ભારે મનથી મેં ભાજપની સદસ્યાથી રાજીનામું આપી દેવાનો નિર્ણય કર્યો છે. હું રાષ્ટ્ર્ નિર્માણમાં પોતાના પ્રયાસોથી યોગદાન આપવા માટે 25 વર્ષ પહેલા પાર્ટીમાં સામેલ થઇ હતી. એટલે સુધી કે મારા જીવનની મુશ્કેલીઓનો સામનો કર્યો છે, મેં આ પ્રતિબદ્ધતાનું સમ્માન કર્યું છે. તેમ છતાં પણ આજે હું જીવનના એવા પડાવ પર આવીને ઉભી છું કે, મને પાર્ટી કે નેતાઓથી કોઇ મદદ નથી મળી રહી, પરંતુ આ પણ મારી જાણકારીમાં આવ્યું છે કે, તેમાંથી કેટલાય લોકો એવા વ્યક્તિની મદદ કરી રહ્યા છે, જેમને મને દગો આપ્યો છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, તડિમલ્લાના સોશ્યલ મીડિયા એકસ પર એક લાંબો પત્ર લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. જયારે 17 વર્ષની ઉંમરથી તેઓ કામ કરી રહ્યા છે, તેમણે સિનેમા, ટેલીવિઝન, રેડિયો અને ડિજીટલ મીડિયામાં 37 વર્ષ સુધી કામ કર્યુ છે.
A journey of 25 yrs comes to a conclusion today. My resignation letter. @JPNadda @annamalai_k @BJP4India @BJP4TamilNadu pic.twitter.com/NzHCkIzEfD
— Gautami Tadimalla (@gautamitads) October 23, 2023
- Advertisement -
સી અલગપ્પન પર છેતરપીંડીનો આરોપ
ભાજપ નેતાએ લખ્યું કે, તેમણે સમગ્ર જીવન કામ કર્યુ છે. જેથી તેઓ વધતી ઉંમરે આર્થિક રૂપથી સક્રિય રહી શકે અને સાથે જ પોતાની દિકરીના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે. તેમણે આગળ કહ્યું કે, આજે હું એવા પડાવ પર છું કે, જ્યાં મારી અને મારી દિકરીને સ્થિર અને સુરક્ષિત હોવા જોઇએ અને ફરીથી મને આ જાણીને વધુ ડર લાગ્યો કે, સી અલગપ્પનએ મારા પાસેથી મારા પૈસા, સંપત્તિ અને દસ્તાવેજ લઇને છેતરપીંડી કરી.
તડમિલ્લાએ વધુમાં કહ્યું કે, અલગપ્પનએ મારી અસુરક્ષા અને અલગાવને જોઇને લગભગ 20 વર્ષ પહેલા મારો સંપર્ક કર્યો હતો. કારણકે હું કેવળ એક અનાથ હતી, પરંતુ મે મારા માતા-પિતા બંન્નેને ખોઇ દીધા હતા, પંરુત એક નવજાત બાળકની માતા પણ હતી. તેમણે એક સંભાળ રાખનાર વૃદ્ધ વ્યક્તિની આડમાં પોતાની જાતને એને મારા પરિવારના જીવનને સામેલ કરી લીધા. લગભગ 20 વર્ષ પહેલા આ સ્થિતિમાં મે મારી પોતાની કેટલીય જમીનની વેચાણ અને દસ્તાવેજ આપ્યા હતા અને આજે આ સ્થિતિમાં મને જાણકારી મળી કે, તેમને મારા સાથે છેતરપીંડી કરીને નાટક કરી રહ્યા હતા.