ખાસ-ખબર સંવાદદાતા
ગીર-સોમનાથ જિલ્લામાં નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ વર્ષ 2022થી વર્ષ 2027 સુધી અમલમાં આવેલ છે.આ યોજનાના અમલીકરણ તથા આયોજન અર્થે ગીર-સોમનાથ કલેકટર એચ કે વઢવાણિયાનાં અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ઈણાજ ખાતે મિટીંગ યોજાઈ હતી.
જેમા જિલ્લા કલેક્ટર શ્રી એચ કે વઢવાણીયાએ નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત સર્વેની કામગીરીનુ આયોજન કરવા તેમજ ઉલ્લાસ એપમાં યુઝર આઈડી બનાવી 15 થી 35 વર્ષના નિરક્ષરોને સર્વે કરીને નિરક્ષરોની યાદી બનાવવા અને સર્વની કામગીરી માટે અધીકારીશ્રીઓ માર્ગદર્શિત કર્યા હતા તેમજ આ યોજનાનુ જિલ્લામાં સુચારૂ આયોજન થાય તે માટે સંબંધિત અધિકારીશ્રીઓને જરુરી સૂચનાઓ આપી હતી. નાયબ જિલ્લા નિરંતર શિક્ષણ અધિકારીશ્રી જલ્પાકુમારી કયાડાએ નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત માહિતી આપતા જણાવ્યુ હતુ કે નિરક્ષરોને યાદી તૈયાર કરીને તજજ્ઞ દ્વારા આપવામાં આવશે શિક્ષણ આપવામાં આવશે.