આજે સત્યનારાયણની કથા, જાહેર જનતા માટે દાંડીયારાસ અને સન્માન સમારોહ
રાજકીય, સામાજિક, શૈક્ષણિક અગ્રણીઓ અને નામાંકિત તબીબોએ કર્યા માનતાના દેવ દર્શન
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ત્રિકોણબાગ કા રાજા ગણેશ મહોત્સવમાં આજે બુધવારે સાંજે 5:30 કલાકે સત્યનારાયણ દેવની કથા બાદ મોડી સાંજે મહા આરતી અને રાત્રે 9 કલાકે જાહેર જનતા માટે દાંડીયારાસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આવતીકાલે ગુરુવારે સવારે 10:30 કલાકે પૂર્ણાહુતિ પૂજન કર્યા બાદ બપોરે 12:30 કલાકે બાપ્પાની વિસર્જન યાત્રાનો પ્રારંભ થશે. વાજતે ગાજતે ડી.જે.ના તાલ સાથે અને અબીલ ગુલાલની છોળો વચ્ચે ત્રિકોણબાગ કા રાજાને ભક્તિભાવ પૂર્વક વિદાય અપાશે. ત્રિકોણબાગથી ખોખડદડ નદી તરફ વિસર્જન યાત્રા નીકળશે ત્યારે અગલે બરસ તું જલદી આના નાદ ગુંજશે.
મંગળવારે સવારથી જ શાળાએ જતી સ્કૂલ બસના બાળકોએ દુંદાળા દેવના દર્શન કર્યા હતા. જે સિલસિલો બપોર સુધી ચાલ્યો હતો. જ્યારે સાંજે આરતી સુશોભન સ્પર્ધા યોજાઇ હતી. જેમાં અનુક્રમે કરુણાબેન હરસોરા, શીતલબેન અઘારા અને દક્ષાબેન સોલંકી પ્રથમથી તૃતીય ક્રમે વિજેતા જાહેર થયા હતા. જ્યારે સોમવારે યોજાયેલી મહેંદી સ્પર્ધામાં અનુક્રમે જીનાલી પદમાણી, સંગીતા ડાભી ઝૈનબ શેખ (બન્ને દ્વિતીય) અને બીનાબેન માંડવીયા પ્રથમથી તૃતીય ક્રમે વિજેતા જાહેર થયા હતા જેઓને ઈનામોથી નવાજવામાં આવ્યા હતા.
આમંત્રિત મહેમાનો અને મહાનુભાવોના હસ્તે મહાઆરતી બાદ લક્ષ્ય ઇવેન્ટ પ્રસ્તુત શ્રીનાથજીની ઝાંખી આશિષ કોટક, કવિતા કોટક, કાજલ કથરેટા, દિલીપ ત્રિવેદી સહિતના કલાકારોએ પ્રસ્તુત કરી હતી જેમાં મોડે સુધી ઉપસ્થિત ભાવિકો ભક્તિ સંગીતની સરવાણીમાં ભીંજાયા હતા.
મંગળવારે આમંત્રિત મહેમાનો વીરાભાઇ હુમ્બલ (મુરલીધર ફાર્મ) કોંગ્રેસના ડો. હેમાંગ વસાવડા, જશવંતસિંહ ભટ્ટી, ડી.પી મકવાણા, સંજય લાખાણી, કૃષ્ણદત રાવલ, જીગ્નેશ વાગડિયા, દીપેન ભગદેવ તથા ગૌતમ દવે (એડવોકેટ), પ્રશાંત બારોટ (એડવોકેટ), પરેશ ગજેરા (પ્રમુખ બિલ્ડર એસોસિએશન રાજકોટ), અશ્ર્વિન પાનસુરીયા, સોનલ ડાંગરિયા (સમાજસેવા કેન્દ્ર), જયંત ચૌહાણ સુરજ ચાવડા (યદુવંશી ડેવલોપર), હંસાબેન ભટ્ટી, ભવ્યતાબેન પટેલ, ધ્રુવાંશ અલ્પેશભાઈ નહેરુ, નીતિન ખૂંટ, કેતન પરમાર (અંબિકા ગાર્ડન નર્સરી), બીના પરમાર, એડવોકેટ અશ્ર્વિન પોપટ, વિક્રમ પુજારા (નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન), કિશોર રાઠોડ (પૂર્વ મહામંત્રી રાજકોટ શહેર ભાજપ), ભરત સૌજાણી, તૃપ્તિબેન રાજવીર, કરુણાબેન સોમૈયા, ભાવનાબેન કલોલા (અખિલ ગુજરાત વાણંદ સમાજ પ્રમુખ), ભવ્યતાબેન ભટ્ટી (નારાયણ મહિલા મંડળ પ્રમુખ), અંશ ભારદ્વાજ (એડવોકેટ), કૃણાલ દવે, જયંત ચૌહાણ, ડો .કૈલાશ સોચવાણી, કિરણબેન સોચવાણી (બિંગ મોમ હોસ્પિટલ), ડો. દર્શન સુરેચા, ડો.ફાલ્ગુની સુરેચા, ભાવિન નંદાસણા, પ્રિયંકાબેન નંદાસણા, ગણેશ નંદાસણા, કાંતા નંદાસણા (ગ્લોબલ આઇ.વી.એફ), યશ હોસ્પિટલના ડો . દિનેશ ચૌહાણ, જાગૃતિ ચૌહાણ, ડો .યશ ચૌહાણ, કેતન ઉપાધ્યાય, સંગીતા ઉપાધ્યાય, મનીષ લુવારીયા, જલપા લુવારીયા, શિવરાજ હેરમા, હાસ્ય કલાકાર અને સાહિત્યકાર મિલન ત્રિવેદી, વિકાસભાઈ ઇલેક્ટ્રિકવાળા સહિતના ગણમાન્ય બુદ્ધિજીવીઓએ ત્રિકોણબાગ કા રાજાના પૂજન મહા આરતીનો લાભ લીધો હતો. આજે સાંજે મહા આરતી અને જાહેર રાસ ગરબા સ્પર્ધામાં ઉમટી પડવા આયોજક જીમ્મીભાઈ અડવાણી અને ત્રિકોણબાગ કા રાજાની સમગ્ર ટીમએ ભાવિક, શ્રદ્ધાળુઓને હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે. આવતી કાલે ત્રિકોણબાગ કા રાજાને આવતા વર્ષે જલદી પધારવાની મંગલ કામના સાથે ભાવભીની વિદાઈ આપવામાં આવશે.
ત્રિકોણ બાગ કા રાજા હવે કોઈ સ્પર્ધામાં હિસ્સેદારી નહીં નોંધાવે
ગુજરાત સાર્વજનિક ગણેશ મહોત્સવ એસોસિએશન – અમદાવાદ દ્વારા છેલ્લા સાત વર્ષથી ત્રિકોણ બાગ કા રાજા સાર્વજનિક ગણપતિ મહોત્સવને શ્રેષ્ઠતમ આયોજન માટે એવોર્ડ-ટ્રોફી એનાયત થતી રહી છે. ગુજરાતનું આ એકમાત્ર એવું સાર્વજનિક આયોજન છે જેને આવું બહુમાન મળ્યું હોય. આ ઉપરાંત રાજકોટ-સૌરાષ્ટ્રની અનેકોનેક સંસ્થાઓએ ત્રિકોણ બાગ કા રાજા સાર્વજનિક ગણેશ મહોત્સવના આયોજનને સન્માનિત કરીને બિરદાવ્યું છે. જોકે આ વર્ષે 25માં રજત જયંતિ વર્ષના આયોજન બાદ મુંબઈના લાલ બાગ કા રાજા ગણપતિ પંડાલની તર્જ પર ત્રિકોણબાગ કા રાજા હવે કોઈપણ સ્પર્ધામાં પોતાની દાવેદારી નહિ નોંધાવે તેવું આયોજક જિમ્મીભાઈ અડવાણીએ જણાવ્યું છે. સમાજમાં વિશિષ્ટ યોગદાન આપનારા નામી- અનામી સેવાધારીઓનું આવતા વર્ષથી ત્રિકોણ બાગ કા રાજા પ્રેસ્ટીજીયસ એવોર્ડથી સન્માન કરવામાં આવશે તેવું કહીને જિમ્મીભાઈ અડવાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ માટે જાહેર સેવાના કર્મચારીઓ, બહુમુખી પ્રતિભા ધરાવતા બુદ્ધિજીવીઓ, મુક સેવકોને એવોર્ડ આપી તેઓનું જાહેર બહુમાન કરવામાં આવશે આ માટેની પૂર્વ તૈયારી આ વર્ષથી જ શરૂ કરી દેવામાં આવી છે.