27 સપ્ટેમ્બર વિશ્ર્વ પ્રવાસનના એક દિવસ બાદ કિલ્લો સીએમ હસ્તે ખુલ્લો મુકાશે
ચંદ્રગુપ્ત મોર્ય અને ઉગ્રસેન સમયનો પૌરાણિક ઉપરકોટ કિલ્લો: જૂનાગઢની આઝાદી સમયે પ્રથમ રાષ્ટ્રધ્વજ કિલ્લામાં ફરકાવામાં આવ્યો હતો
- Advertisement -
ખાસ ખબર સંવાદદાતા
વિશ્વ પ્રવાસન દિવસ દર વર્ષે 27 સપ્ટેમ્બરે પ્રવાસનના મહત્વને ઉજાગર કરવા માટે ઉજવવામાં આવે છે જે રોજગારીનું સર્જન કરવામાં અને વિશ્વભરના લાખો લોકો માટે ભવિષ્યનું નિર્માણ કરવામાં મદદ કરે છે.તે વાત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ બે દિવસ પેહલા મન કી બાતમાં કહી હતી.ત્યારે જૂનાગઢ જિલ્લો પ્રવાસન ક્ષેત્ર થી ભરેલો છે અને વિશ્વના લોકોને આકર્ષવાની શક્તિ ધરાવે છે જૂનાગઢ જિલ્લામાં વિશાળ દરીયા કિનારે સાથે દત્ત – દાતારના પહાડો સાથે એશિયાટિક સિંહોનું અંતિમ નિવાસ સ્થાન એટલે ગીરનું જંગલ તેમજ ઐતિહાસિક ધરોહરથી ભરેલો જિલ્લો છે. વિશ્વ પ્રવાસન દિવસના એક દિવસ બાદ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાને ખુલ્લો મુકવામાં આવશે ઉપરકોટ કિલ્લો પ્રવાસન વિભાગના પૂર્વ મંત્રી જવાહરભાઈ ચાવડાએ રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી રૂ.76 કરોડની રકમ ફાળવીને ઐતિહાસિક કિલ્લાને નવા રંગરૂપ આપવામાં પહેલ કરી હતી આજે કિલ્લાને ઝાંઝરમાંન રૂપ આપવામાં આવ્યું છે જેમાં કિલ્લાના દરવાજા થી લઈને અંદર આવેલ મહેલ, અડીકડી વાવ, નવઘણ કૂવો તેમજ લાઈટ એન્ડ સાઉન્ડ શો સહીત બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જૂનાગઢ શહેરને ઘણા વર્ષો પછી કિલ્લાને જે રીતે સજાવટ કરવામાં આવીછે તે બેનમૂન છે અતિ પૌરાણિક કિલ્લાને જાણે નવો બનાવ્યો હોય તેવી કલા કારીગીરી જોવા મળેછે એ સમયની ધરોહરને જાળવણી સાથે નવા રંગરૂપ આપવામાં આવ્યા છે જે આગામી દિવસોમાં પ્રવાસન ક્ષેત્રે વધુ એક આક્રષણનું કેન્દ્ર બનશે અને પ્રતિ વર્ષ લાખો સહેલાણીઓ ઉપરકોટ કિલ્લાના નિહાળવા આવશે તેના લીધે સામાન્ય માણસથી લઈને હોટલ રેસ્ટોરન્ટ ને આવકની દ્રષ્ટિએ ખુબ મોટો ફાયદો થશે.
ઐતિહાસિક ધરોહરની જાળવણી યોગ્ય રીતે થાય તે જરૂરી
જૂનાગઢ પ્રવાસન ક્ષેત્રમાં અગ્રીમ હરોળનું સ્થાન ધરાવે છે ત્યારે રાજ્ય સરકાર અથવા સ્થાનિક તંત્ર દ્વારા કરોડોના ખર્ચે રીનોવેશન કામગીરી તો કરવામાં આવેછે પણ તેની પાછળ યોગ્ય જાળવણી ન હોવાને કારણે ઐતિહાસિક સ્મારકો ધૂળ ખાતા હોય છે આજે ખાપરા કોઢિયાના ભોંયરા સહીત અનેક પ્રાચીન વાવ આવેલ છે બીજી તરફ દાતારના પહાડો નીચે અંગ્રેજ સાશન સમયે બનેલ વિલિંગ્ડન ડેમ આજે ધૂળ ખાય રહ્યો છે આવતા શહેર અને જિલ્લામાં આવેલ હરવા ફરવા સ્થળની હાલત બત્તર જોવા મળી રહી છે ત્યારે ખરા અર્થમાં જો વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી કરવી હોયતો તંત્ર સાથે લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે.