રસરંગ લોકમેળામાં 100 જેટલી રાઇડસના એક હજારથી વધુ કારીગરોને મળશે રોજગારી
રાઈડ્સને ઈન્સ્ટોલેશન કામગીરી પુર જોશમાં: દરેક રાઈડ્સમાં ઓછામાં ઓછા 12થી 22 સભ્ય
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જન્માષ્ટમી પર્વ નિમિત્તે યોજાતા રાજકોટના સુપ્રસિદ્ધ લોકમેળાને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે આ ભાતીગળ લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે, આ મેળો યોજવાનો છે તે રેસકોર્ષ મેદાનમાં વિવિધ રાઈડ્સ આવી ચૂકી છે. દરેક રાઈડ્સમાં ઓછામાં ઓછા 12 થી 22 સભ્યો સામેલ હોય છે. પાંચથી થી સાત દિવસમાં વિવિધ રાઈડ્સની ઈન્સ્ટોલેશનની કામગીરી થાય છે. રાજકોટના આ લોકમેળામાં સો જેટલી નાની મોટી રાઇડસના એક હજારથી વધુ કારીગરો ઈન્સ્ટોલેશનના કામે લાગી ચૂક્યા છે. આ તમામને આ મેળામાં કામ અને રોજગારી મળી રહેશે.
રંગીલા રાજકોટના લોકમેળામાં રંગરોગાન થઈ રહયા છે. ઈન્સ્ટોલેશનના કામ પહેલા રાઈડ્સના વિવિધ પાર્ટસને રંગબેરંગી ઓઇલ કલર(પેઇન્ટ) કરવામાં આવી રહ્યા છે. ફજર ફાળકા તેમજ ઝુલાને ગોઠવી તેના પર આકર્ષક રંગો કરવામાં આવી રહ્યા છે જેના દ્વારા વધુને વધુ લોકો આ ઝુલા પર આવે, જેથી તેમની રાઈડ્સ સુંદર અને આકર્ષક લાગે, લોકો રાઈડ્સ તરફ ખેંચાય – આકર્ષિત થઈ શકે. ને વેપાર વધે. કેટલાક પાર્ટસને ઓઇલ અને ગ્રીસ કરવામાં આવે છે. જેનાથી રાઈડ્સ વ્યવસ્થિત અને યોગ્ય રીતે ચાલી શકે.
રાજકોટમાં યોજાનારા લોકમેળાની ઝગમગાટ બે પ્રકારની હોય છે. દિવસ દરમિયાન મેળાના મુલાકાતીઓને રંગબેરંગી ફઝર ફાળકાનો આનંદ મળશે. તો રાત્રે ઝગમગાટ કરતી રંગીન રોશનીની જમાવટ નિહાળશે.
લોકમેળામાં ઉંચી ઉંચી એકથી એક ચડિયાતી રંગબેરંગી અને રાત્રે રોશનીથી ઝળહળતી રાઈડ્લની મજા તો સૌરાષ્ટ્રવાસીઓ મન મૂકીને લેતાં જ હોય છે, પરંતુ આ રાઈડ્સ સાથે સંકળાયેલા કારીગરો કઈ રીતે, ક્યાંથી વિવિધ સ્થળોએ રાઈડ્સ લઇ જાય છે.