ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આવેલ વૃધ્ધાશ્રમ તથા અનાથાલય ખાતે મુલાકાત લઇ એકલવાયુ અને નિરાધાર જીવન જીવતા હજારો લોકો કે જેઓનુ આ દુનીયામાં કોઇ નથી અથવા તો હોવાછતા કોઇ તેમની પાસે નહિ હોવાના કારણે દુખી નીરાધાર જીવન જીવતા હજારો વૃધ્ધો અનાથોને આજ સમયમાં વૃધ્ધાવસ્થા, એકલવાયુ જીવન જીવતા હજારો વૃધ્ધો, અનાથોને તેમજ સીનીયર સીટીજન રક્ષાબંધન તહેવાર નીમીતે તેમના પણ કોઇ સગા છે કે તેઓ એકલા નથી તેમની સાથે હર હંમેશ પોલીસ છે તેવી ભાવના, ઉમીદ ઉજાગર કરી અને પોલીસ પ્રજાનો મિત્ર સુત્રને સાર્થક જૂનાગઢ જિલ્લા જઇંઊ ટીમ દ્વા્રા કરવામાં આવેલ. જિલ્લામાં દરેક પોલીસ સ્ટેશન વાઇઝ એક ટીમની રચના કરવામાં આવેલ છે. આ ટીમ દ્વારા જિલ્લામાં આવેલ કુલ-18 પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વૃધ્ધાશ્રમ, અનાથાલય તેમજ સીનીયર સીટીજન કે જેઓ એકલવાયુ જીવન જીવતા હોય ત્યારે જૂનાગઢ જિલ્લા પોલીસ ખડે પગે છે. તેવી ભાવના સાથે જૂનાગઢ જિલ્લામાં કુલ-1062 લોકોને રક્ષાબંધનના દિવસે રક્ષા કવચ બાંધી તેમની સાથે પોલીસ હરહંમેેશ છે તેવી ભાવના, ઉમીદ ઉજાગર કરવામાં આવેલ.