22 દિવસની મુસાફરી પછી ચંદ્રયાન 5 ઓગસ્ટના રોજ લગભગ 7:15 વાગ્યે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું હતું, ISRO માટે આજનો દિવસ અતિ મહત્વપૂર્ણ
ISRO ચંદ્રયાન-3ને આજે એટલે કે 16મી ઓગસ્ટે ચંદ્રની 100 Km X 100 Kmની ભ્રમણકક્ષામાં લાવશે. હાલમાં ચંદ્રયાન 150 કિમી x 177 કિમીની ભ્રમણકક્ષામાં છે. 17 ઓગસ્ટ એ ચંદ્રયાન માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસે ISRO ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલને લેન્ડરથી અલગ કરશે.
- Advertisement -
Chandrayaan-3 Mission:
Orbit circularisation phase commences
Precise maneuvre performed today has achieved a near-circular orbit of 150 km x 177 km
The next operation is planned for August 16, 2023, around 0830 Hrs. IST pic.twitter.com/LlU6oCcOOb
- Advertisement -
— ISRO (@isro) August 14, 2023
ચંદ્રયાનમાં લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલ છે. લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે અને 14 દિવસ સુધી પ્રયોગો કરશે. પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની ભ્રમણકક્ષામાં રહીને પૃથ્વી પરથી આવતા રેડિયેશનનો અભ્યાસ કરશે. આ મિશન દ્વારા ISRO ચંદ્ર પર પાણીની શોધ કરશે. તે એ પણ શોધી કાઢશે કે ચંદ્રની સપાટી પર ભૂકંપ કેવી રીતે આવે છે.
23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઉતરશે લેન્ડર
પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થયા પછી લેન્ડર 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઉતરશે. નોંધનીય છે કે, 22 દિવસની મુસાફરી પછી ચંદ્રયાન 5 ઓગસ્ટના રોજ લગભગ 7:15 વાગ્યે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું હતું. પછી વાહનને ચંદ્રના ગુરુત્વાકર્ષણમાં કેદ કરી શકાય જેથી તેની ગતિ ઓછી થઈ. સ્પીડ ઓછી કરવા માટે ઈસરોના વૈજ્ઞાનિકોએ વાહનનો ચહેરો ફેરવ્યો અને 1835 સેકન્ડ એટલે કે લગભગ અડધા કલાક સુધી થ્રસ્ટર્સને ફાયર કર્યું.
Chandrayaan-3 Mission:
Even closer to the moon’s surface.
Chandrayaan-3's orbit is reduced to 174 km x 1437 km following a manuevre performed today.
The next operation is scheduled for August 14, 2023, between 11:30 and 12:30 Hrs. IST pic.twitter.com/Nx7IXApU44
— ISRO (@isro) August 9, 2023
ચંદ્રયાને ચંદ્રની તસવીરો લીધી ભ્રમણકક્ષામાં પ્રવેશ કરતી વખતે તેના ઓનબોર્ડ કેમેરાએ ચંદ્રની તસવીરો પણ કેદ કરી હતી. ઈસરોએ તેનો વીડિયો બનાવીને તેની વેબસાઈટ પર શેર કર્યો છે. આ તસવીરોમાં ચંદ્રના ખાડા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. મિશન વિશે માહિતી આપતાં ISROએ માહિતી આપી હતી કે, ચંદ્રયાન-3ને સફળતાપૂર્વક ચંદ્રની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું છે. ચંદ્રયાનને 23 ઓગસ્ટે ઉતરાણ કરતા પહેલા કુલ 4 વખત તેની ભ્રમણકક્ષા ઘટાડવી પડશે.