24.43 કરોડના ખર્ચે રેલવે સ્ટેશનના નવીનીકરણની કામગીરી હાથ ધરાશે
ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કેશોદ રેલવે સ્ટેશનના નવીનીકરણનો ઇ શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશભરના 500થી વધુ રેલવે સ્ટેશનનો પુન: વિકાસ કરવામાં આવી રહ્યો છે.જેએન્વયે જુનાગઢ જિલ્લાના કેશોદ રેલવે સ્ટેશનમાં રૂપિયા 24.43 કરોડના ખર્ચે નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેનો ઈ શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો.
- Advertisement -
રૂપિયા 24.43 કરોડના ખર્ચે થનાર આ કામગીરીમાં પ્લેટફોર્મ પહોળા, નવા સૌચાલય, અંડરગ્રાઉન્ડ,વેઇટિંગ રૂમ સહિતની સવલત ઉભી કરવામાં આવશે. આમ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ કેશોદ રેલવે સ્ટેશનનો પુન: વિકાસ થતા પ્રવાસીઓની સુવિધામાં વધારો થશે.આ પ્રસંગે કેશોદ નગરપાલિકાના પ્રમુખ લાભુબેન પીપળીયા,પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલ રાણા વસીયા, જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સહિતના પદાધિકારીઓ અધિકારીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.