– સિનેમેટોગ્રાફી એકટમાં પ્રથમ વખત જેલ સજાની જોગવાઈ: ‘બ્રહ્માસ્ત્ર’થી શરૂ થયેલી કાનૂની લડાઈનો પડઘો
દેશમાં મ્યુઝીક-વિડીયો અને બાદમાં હવે આધુનિક ટેકનોલોજીના આધારે પુરેપુરી ફિલ્મની થતી પાઈરેસી રોકવા અંતે સંસદે કાનૂન પસાર કરવાની તૈયારી કરી છે. સોમવારે લોકસભાએ સિનેમેટોગ્રાફ એકટ (સુધાર) 2023 ખરડાને મંજુરી મળતા હવે ફિલ્મોની પાયરેસી પણ એક મુશ્કેલ સ્થિતિ બનશે અને તેમાં ત્રણ વર્ષ સુધીની જેલ સજાની પણ જોગવાઈ છે.
- Advertisement -
સંસદમાં હંગામા વચ્ચે સૂચના પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આ વિધેયક પરથી ટુંકી ચર્ચામાં કહ્યું કે, પાયરેસીથી ફકત ફિલ્મ ઉદ્યોગ જ નહી સરકારને પણ ભારે નુકશાન સહન કરવું પડી રહ્યું છે. ફિલ્મ ઉદ્યોગને જ પાયરેસીથી વર્ષે રૂા.20000 કરોડનું નુકશાન થાય છે. હાલમાં આ ખરડો ધ્વની પરથી પસાર કરાયો હતો.
ફિલ્મ ઉદ્યોગને પાયરેસીથી બચાવવા માટે કરાયેલા સુધારામાં હવે રાજયસભાની મંજુરી સાથે તે રાષ્ટ્રપતિને સહી માટે મોકલશે અને તેમાં પણ નિયમો તથા જોગવાઈઓ પણ બનાવાશે. પ્રાથમીક રીતે ફિલ્મની પાયરેસી માટે ત્રણ વર્ષની જેલ સજા નિશ્ચિત થઈ છે તથા ફિલ્મના પ્રોડકશન ખર્ચના 5%નો દંડ પણ અત્યારના કાનૂન મુજબ પાયરેસી એ કોપીરાઈટ અને ઈન્ફર્મેશન ટેકનોલોજી એકટ હેઠળ આવતી હતી. જયારે સિનેમેટોગ્રાફી એકટમાં કોઈ સજાની જોગવાઈ ના હતી.
જે નવા સુધારેલા કાનૂનમાં દાખલ કરવામાં આવી છે. હાલમાં જ બોલીવુડની ફિલ્મ બ્રહ્માસ્ત્ર આ પ્રકારની વેબસાઈટ પર પુરેપુરી લીક થતા મામલો છેક દિલ્હી હાઈકોર્ટ સુધી પહોંચી ગયો હતો. નવા સુધારાથી સિનેમેટોગ્રાફી એકટ ઉપરાંત આઈટી અને કોપીરાઈટ એકટ બન્ને સાથે પણ સંકલન કરાયુ છે. જો કે આ કાનૂન છતા હજું અનેક પ્રશ્નો છે. આ કાનૂન હેઠળ થિયેટરમાં તમો ફિલ્મ જોતા સમયે એક બે મીનીટનો વિડીયો શુટ કરો તો અપરાધ નહી પણ પુરી ફિલ્મ શુટ કરી તેનો કમાણીના હેતુથી તે ઓનલાઈન પોષ્ટ કરો કે પેનડ્રાઈવમાં તમો વિતરીત કરો તો તે આ કાનૂન હેઠળ આવશે.
- Advertisement -
આ પ્રકારે ગેરકાનુની રીતે ફિલ્મ પ્રોડકશન સેન્ટર કે પછી મિકસીંગ ડબીંગ લેબ માંથી લીક થતી હોય છે. સૌથી મહત્વનું જે ફિલ્મ રીલીઝ માટે ફાઈનલ પ્રિન્ટ હોય તો તેને જ આ કાનૂન લાગુ થશે. ફિલ્મના નિર્માણ સમયે કેટલાક દ્રશ્યો કટ કરાયા હોય કે તેનો ઉપયોગ થયો ના હોય તો તેવા દ્રશ્યોના વિડીયો આ કાનૂન હેઠળ આવતા નથી. ફિલ્મ નિર્માતા આ પાયરેસી સામે કોર્ટમાં પહોંચે છે પણ ત્યાં સુધીમાં જે નુકશાન થવાનું હોય તે થઈ ગયું હોય છે.