ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથમાં પૂરા પ્રકોપ બાદ કોંગ્રેસના આગેવાનોએ પુર પ્રભાવિત વેરાવળ, તાલાળા અને સુત્રાપાડા સહિતના વિસ્તારોની મુલાકાત લઈ લોકોને સાંભળ્યા અને સત્વરે કેશડોલ્સ સહિતની મદદ મળી રહે તે માટે સૌને આશ્વાસન આપ્યું હતું સાથે અઠવાડિયાથી નિરાધાર લોકોને કેશડોલ્સ પણ નહીં ચૂકવ્યાનો આક્ષેપ પણ કર્યો હતો.ગીર સોમનાથ જિલ્લામાં ગત તા.19થી સતત પડી રહેલા ભારે વરસાદ બાદ હિરણ ડેમ ના દરવાજા તમામ પૂરી ક્ષમતા એ ખોલાતા અને હીરણ નદીના પૂરે તાલાળા શહેર સહીત અનેક ગામોમા તારાજી સર્જી હતી.
જ્યારે દેવકા નદીના પૂરે વેરાવળ શહેરમા વિનાશ વેર્યો હતો સાથે સુત્રાપાડા શહેર અને ગામડા મા 70 ઇંચ વરસાદે ગામડાઓ અને ખેતરો ને જળબંબાકાર જેવી સ્થતિ કરી હતી.જેના પગલે લોકોની ઘરવખરી પશુઓ ખેતી સહિતને ભારે નુકસાન થયું છે ત્યારે કોંગ્રેસ પ્રદેશ સમિતિ વતી આજે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે પરેશભાઈ ધાનાણી,સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઈ વંશ સહિત કોંગ્રેસના આગેવાનોએ પ્રભાવિત વિસ્તારોની જાત માહિતી મેળવી હતી અને લોકોને સાંભળી અને ગાંધીનગરમાં યોગ્ય રજૂઆત કરવાની હૈયાધારણ આપી હતી.આટલી નુકસાની બાદ છેલ્લા એક અઠવાડિયાથી પ્રભાવિત વિસ્તારોમાં લોકોની ઘરવખરી નથી. મકાનો પડ્યા છે. અને લોકો લાચાર છે. તેમ છતાં અઠવાડિયું વીતવા છતાં હજુ કેશ ડોલ્સની સહાય રકમ પણ લોકોને ચૂકવાઇ નથી તેવા આક્ષેપ પરેશભાઈ ધાનાણીએ સરકાર પર કર્યા હતા.