તેમના લગ્નની તૈયારી થઇ રહી હોવાની લોકોમાં અટકળો
ખાસ-ખબર સંવાદદાતા
વિજય દેવરકોંડા અને રશ્ર્મિકા મંદાના ડેટિંગ કરી રહ્યા હોવાની ચર્ચા છે. જોકે યુગલે આ વાતને માત્ર અફવામાં ખપાવી છે. આમ છતાં વારંવાર તેઓ સાથે જોવા મળે છે તેમજ એકબીજાના પરિવારો સાથે પણ મુલાકાતો કરી રહ્યા છે. હાલમાં પણ તેઓ એક કેફેમાં મસ્તી કરતા જોવા મળી રહ્યા હતા.જોકે તેઓ સારા મિત્રો છે તેવોજ તેમણે દાવો કર્યો છે. પહેલા તો તેમનું બ્રેકઅપ થયાના પણ સમાચાર હતા.
- Advertisement -
વિજય અને રશ્ર્મિકાનો એક વીડિયો સોશયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ એક કેફેમાં પોતાના મિત્રો અને પરિવારો સાથે જોવા ક્વોલિટી ટાઇમ પસારકરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં ડાયરેકટર ગૌતમ તિન્નાનુરી,આનંદ દેવરકોંડા અને શેર્યા વર્મા પણ જોવા મળી રહ્યા છે. આ વીડિયો જોઇને તેઓ લગ્નની તૈયારી કરી રહ્યા હોવાનો અંદાજ લોકો બાંધી રહ્યા છે.
રશ્ર્મિકા મંદાનાને વિજયના ભાઇ આનંદ સાથે પણ સારા સંબંધ છે. આ પહેલી વખત નથી બન્યું કે બન્ને સાથે જોવા મળ્યા છે. તેઓ વેકેશન પર પણ સાથે જાય છે. તેમજ ડિનર ડેટ પર પણ જોવા મળ્યા છે. કહેવાયછે તેમણે નવું વરસ પણ સાથે જ મનાવ્યું હતું અને તેની તસવીરો પણશેર કરી હતી.