વોશિંગ્ટનમાં રોનાલ્ડ રીગન બિલ્ડીંગ ખાતે ભારતીય સમુદાયના સભ્યોને સંબોધિત કરતી પીએમે એમના ભાષણમાં કહ્યું કે, ‘H1B વિઝા રિન્યૂ કરવા માટે કોઈને યુએસની બહાર જવું પડશે નહીં’
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 જૂનથી 24 જૂન સુધી 4 દિવસના યુએસ પ્રવાસ પર છે. એવામાં એમને વોશિંગ્ટનમાં રોનાલ્ડ રીગન બિલ્ડીંગ ખાતે ભારતીય સમુદાયના સભ્યોને સંબોધિત કરતી વખતે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. જણાવી દઈએ કે પીએમે એમના ભાષણમાં કહ્યું કે, ‘H1B વિઝા રિન્યૂ કરવા માટે કોઈને યુએસની બહાર જવું પડશે નહીં અને યુએસના વધુ બે શહેરોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ ખોલવામાં આવશે.’
- Advertisement -
#WATCH | America's new consulates will be opened in Bengaluru and Ahmedabad. It has now been decided that the H1B visa renewal can be done in the US itself: PM Modi addressing the Indian diaspora at the Ronald Reagan Building in Washington, DC pic.twitter.com/rIilreaJcy
— ANI (@ANI) June 24, 2023
- Advertisement -
પીએમ મોદીએ કહ્યું હતું કે, ‘અમેરિકા બેંગ્લોર અને અમદાવાદમાં નવા વાણિજ્ય દૂતાવાસ ખોલશે. નવી દિલ્હીમાં યુએસ એમ્બેસી એ વિશ્વના સૌથી મોટા યુએસ રાજદ્વારી મિશનમાંનું એક છે. તેની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર આ દૂતાવાસ ચાર વાણિજ્ય દૂતાવાસ મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ અને હૈદરાબાદમાં કરવામાં આવેલ ગતિવિધિઓનું સંચાલન કરશે.
PMની મોટી જાહેરાત
વડા પ્રધાને એ પણ જાહેરાત કરી હતી કે ભારતીય મૂળના સભ્યોએ હવે H-1B વિઝા માટે યુએસ છોડવું પડશે નહીં. તેમણે કહ્યું કે, ‘હવે નક્કી કરવામાં આવ્યું છે કે H-1B વિઝા રિન્યુઅલ માત્ર યુએસમાં જ થઈ શકે છે.’ નવા વિઝા નિયમો ભારતીયો માટે યુએસમાં રહેવું અને કામ કરવાનું સરળ બનાવશે.