By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હવે UKની લક્ઝરી કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તાં મળશે
    4 hours ago
    યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
    1 day ago
    મિડલ ઇસ્ટમાં મહાયુધ્ધ : USએ ઈરાન પર 5 કલાક સુધી ધડાધડ મિસાઈલો છોડી
    1 day ago
    UAEમાં લાગ્યો કેરળના ટેક્નિશિયનને 78 કરોડનો જૅકપોટ
    1 day ago
    બેંગકોકના પબમાં આગ : 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? CMના નિર્ણયથી ભારે વિવાદ
    2 hours ago
    બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર – ચોમાસું ફરી સક્રિય થશે
    3 hours ago
    ઉર્મિલાએ લગ્નના 3 દિવસ પહેલા થનારા પતિનો લઈ લીધો જીવ
    3 hours ago
    હવે ગુજરાતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધની તૈયારી
    1 day ago
    હાફિઝ સઈદ વિરુદ્ધ જમ્મુ કોર્ટમાંથી બિન-જામીનપાત્ર વોરંટ જાહેર
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    4 hours ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    2 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    5 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    5 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    3 hours ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 day ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    2 days ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    2 days ago
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: IPLની રોમાંચક ફાઇનલમાં છેલ્લા બોલે થલાઇવા બન્યું ચેમ્પિયન: જાડેજા બન્યો ગેમચેન્જર વિનર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > IPLની રોમાંચક ફાઇનલમાં છેલ્લા બોલે થલાઇવા બન્યું ચેમ્પિયન: જાડેજા બન્યો ગેમચેન્જર વિનર
સ્પોર્ટ્સ

IPLની રોમાંચક ફાઇનલમાં છેલ્લા બોલે થલાઇવા બન્યું ચેમ્પિયન: જાડેજા બન્યો ગેમચેન્જર વિનર

Khaskhabar Editor
Last updated: 2023/05/30 at 11:10 AM
Khaskhabar Editor 3 years ago
Share
4 Min Read
SHARE

વરસાદી વિઘ્ન વચ્ચે 171 રનનો લક્ષ્યાંક મળ્યા બાદ ગાયકવાડ-કૉન્વેએ 39 બોલમાં કરી 74 રનની ભાગીદારી

ગુજરાત વતી સાહાએ 54 તો સુદર્શને 96 રનનું આપ્યું યોગદાન

- Advertisement -

ત્રણ દિવસ સુધી ખેંચાયેલો આઈપીએલ-16નો ફાઈનલ અંતિમ બોલ સુધી રોમાંચક રહ્યો હતો. ચેન્નાઈ માટે રમી રહેલા જામનગરના રવીન્દ્ર જાડેજા (6 બોલમાં અણનમ 15 રન)એ ગુજરાતના હોમગ્રાઉન્ડ ઉપર બે બોલમાં દસ રન બનાવવાના હતા. આખી સીઝન અને આ મેચમાં પણ ઉમદા બોલિંગ કરી ચૂકેલો મોહિત શર્મા એટેક માટે તૈયાર હતો. જો કે રવીન્દ્ર જાડેજા કંઈક અલગ જ ઈરાદા સાથે મેદાનમાં ઉતર્યો હોય તેવી રીતે પાંચમા બોલે છગ્ગો લગાવ્યો અને તેના પછીના મતલબ કે ઓવરના છેલ્લા બોલે ચોગ્ગો ફટકારીને ચેન્નાઈને પાંચમો આઈપીએલ ખીતાબ જીતાડી દીધો હતો. તેની સાથે બીજા છેડે ઉભેલા શિવમ દુબેના 21 બોલમાં અણનમ 32 રનનું યોગદાન પણ મહત્ત્વપૂર્ણ રહ્યું હતું. આ જીત સાથે જ ધોનીના ધુરંધરોએ મુંબઈ ઈન્ડિયન્સની સૌથી વધુ પાંચ આઈપીએલ ટ્રોફી જીતવાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

ફાઈનલ મુકાબલામાં સળંગ બીજા દિવસે વરસાદે મેચમાં અડચણ ઉભી કરી હતી. ચેન્નાઈની ઈનિંગ્સના ત્રીજા બોલે ઋતુરાજ ગાયકવાડે ચોગ્ગો લગાવતાની સાથે જ વરસાદ શરૂ થઈ ગયો હતો. વરસાદ અટક્યા બાદ આઉટફિલ્ડને ઠીક કરવામાં ઘણો બધો સમય નીકળી ગયો હતો. જો કે અંતે રમત બે કલાક 20 મિનિટ બાદ શરૂ થઈ શકી હતી. ત્રીજા દિવસ સુધી ખેંચાયેલી આઈપીએલ-16નો ફાઈનલ જીતવા માટે ચેન્નાઈને 15 ઓવરમાં 171 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. વરસાદ પહેલાં ચેન્નાઈએ ત્રણ બોલમાં ચાર રન બનાવ્યા હતા.

𝙒𝙚 𝙖𝙧𝙚 𝙩𝙝𝙚 𝘾𝙝𝙚𝙣𝙣𝙖𝙞 𝘽𝙤𝙮𝙨
𝙈𝙖𝙠𝙞𝙣𝙜 𝙖𝙡𝙡 𝙩𝙝𝙚 𝙣𝙤𝙞𝙨𝙚
𝙀𝙫𝙚𝙧𝙮𝙬𝙝𝙚𝙧𝙚 𝙬𝙚 𝙜𝙤! 🥳🥳#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/yw9sv30xLz

- Advertisement -

— Chennai Super Kings (@ChennaiIPL) May 29, 2023

મોટા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈ માટે જરૂરી હતું કે તેની ઈન્ડો-કિવિ પાર્ટનરશીપ ખૂબ જ ચાલે. આ સીઝન ચેન્નાઈના ટૉપ-2 બેટર્સમાં ન્યુઝીલેન્ડનો ડેવોન કૉન્વે (26 રન, 16 બોલ) અને ભારતનો ઋતુરાજ ગાયકવાડ (47 રન, 25 બોલ) રહ્યા હતા. આ બન્ને ઓપનર્સે બદલાઈ રહેલી સ્થિતિઓમાં પાવરપ્લેની ચાર ઓવરમાં 52 રન ઝૂડી નાખ્યા હતા. બન્ને વચ્ચે પહલી વિકેટ માટે 39 બોલમાં 74 રનની ભાગીદારી થઈ હતી. આ બન્ને ચેન્નાઈને જીતના રસ્તે લઈ જઈ રહ્યા હતા કે નૂર અહમદે તેને પોતાની પહેલી જ ઓવરમાં પેવેલિયનનો રસ્તો બતાવી દીધો હતો. અજિંક્ય રહાણેએ 13 બોલમાં 27 રન ફટકારીને ચેન્નાઈને જીવંત રાખ્યું હતું. જ્યારે પોતાની નિવૃત્તિવાળા મેચમાં અંબાતી રાયડુએ પણ આઠ બોલમાં 19 રનનું યોગદાન આપ્યું હતું.

આ પહેલાં રિઝર્વ-ડેવાળા આ આઈપીએલ ફાઈનલ પર ધોનીએ સિક્કાની ઉછાળમાં જીત હાંસલ કરીને પહેલાં ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો જેનો ફાયદો ઉઠાવતાં ગુજરાતે 20 ઓવરમાં 214 રન ખડકી દીધા હતા. મુળ ચેન્નાઈના અને ગુજરાત વતી રમતા બેટર સાઈ સુદર્શને ફ્લેટ પીચનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. આ પહેલાં ઓપનર ઋદ્ધિમાન સાહા (39 બોલ 56 રન)એ પણ તાબડતોબ ફિફટી બનાવી હતી પરંતુ 21 વર્ષીય સુદર્શને ચેન્નાઈના લગભગ દરેક બોલરની ખબર લેતાં 96 રન ફટકાર્યા હતા. તમીલનાડુ પ્રિમીયર લીગમાં સૌથી મોંઘા (21.6 લાખ રૂપિયા0માં વેચાયેલા સુદર્શનને ગુજરાતે તેની મુળ કિંમત 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ચેન્નાઈ પર ચાલેલા આ ‘સુદર્શન ચક્ર’થી ગુજરાતે આઈપીએલના ફાઈનલમાં 214/4નો રેકોર્ડ સ્કોર બનાવ્યો હતો. આ ઉપરાંત હાર્દિકે 12 બોલમાં અણનમ 21 રન ઝૂડ્યા હતા.

બન્ને ટીમો પ્લેઈંગ ઈલેવનમાં કોઈ પ્રકારના ફેરફાર વગર ઉતરી હતી. ચેન્નાઈ વતી પહેલી બે ઓવરમાં દીપક ચાહર અને તુષાર દેશપાંડેએ ગુજરાતના ઓપનર્સને ફાવવા દીધા ન્હોતા. બીજી ઓવરમાં શુભમન ગીલને તુષારે બરાબરનો ફસાવી જ લીધો હતો પરંતુ સ્કવેયર લેગ પર ઉભેલો ચાહર કેચ પકડી શક્યો ન્હોતો.

Happy Tears 🥹#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁pic.twitter.com/jf05fszEDA

— Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023

યાર તે કમાલ કરી નાખી: વિજયી ચોગ્ગો ફટકારતાની સાથે જ ધોનીએ જાડેજાને ઉઠાવી લીધો

આઈપીએલ ફાઈનલમાં ચેન્નાઈ સુપરકિંગ્સે ગુજરાત ટાઈટન્સ પર જીત મેળવી લીધી હતી. જો કે આ જીતનો શિલ્પી રવીન્દ્ર જાડેજા રહ્યો હતો જેણે છેલ્લા બોલે ચોગ્ગો ફટકારી અશક્યને શક્ય બનાવ્યું હતું. રવીન્દ્ર વિજયી ચોગ્ગો ફટકારીને સીધો સીએસકેના પેવેલિયન તરફ દોડ્યો હતો. આ વેળાએ તે સાથી ખેલાડીઓને દૂર રાખીને ધોની પાસે ગયો અને ધોનીએ પણ જાડેજાને ઉચકીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. એકંદરે ધોની એટલો ભાવુક થઈ ગયો હતો કે તેણે લાંબા સમય સુધી જાડેજાને ગળે લગાવી રાખ્યો હતો.

 

You Might Also Like

આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે

ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો

રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી

FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી

ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ

TAGGED: CSK, final, GT, hardikpatel, IPL2023, mahendrasinghdhoni, ravindrajadeja, WIN
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મારે હારવું જ હોય તો હું ધોની સામે હારવાનું પસંદ કરીશ: હાર્દિક પટેલે કર્યા કેપ્ટન ધોનીની પ્રશંસા
Next Article ભારતની પહેલી મહિલા WWE રેસલર કવિતાદેવી પર બાયોપિક બનશે: નિર્માતા પ્રિતી અગ્રવાલ હશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હિરાસર એરપોર્ટ આસપાસ ટ્રાફિક પોલીસની તોડલીલા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ગીરમાં ગેરકાયદે રીસોર્ટ-હોટેલો પર બુલડોઝર ફરશે : નવી મંજૂરી નહીં
હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? CMના નિર્ણયથી ભારે વિવાદ
100 પરીક્ષાના પરિણામો જાહેર કરવાની માંગ સાથે એબીવીપીના કાર્યકર્તાઓ કર્યો યજ્ઞ
જુના સામે નવા દાગીના બનાવી દેવાની લાલચ આપી મનપાના કોન્ટ્રાક્ટર શક્તિ રાઠોડે 25 લાખની આચરી ઠગાઈ
” વેપન કાર્ટેલ ગેંગ “ના ગંજીવાડાના આરીફ સહીત વધુ 2 સાગરીત 3 પિસ્ટલ, 2 કાર્ટીસ સાથે ઝડપાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
સ્પોર્ટ્સ

ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સ્પોર્ટ્સ

રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?