‘સફળતા મળે કે ન મળે પણ એક્સાઇટમેન્ટ જબરૂં છે!’ આ માણસોને મંગળગ્રહ પર પહોંચાડી શકશે: મસ્ક
ખાસ-ખબર સંવાદદાતા
સ્પેસએક્સ દ્વારા સ્ટેનલેસ સ્ટીલથી સ્ટારશિપ બનાવાયું છે, જે વિશ્વના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ ઈલોન મસ્કની કંપની છે. સ્ટારશિપ તેની પ્રથમ ઓર્બિટલ ટેસ્ટ ફ્લાઇટ માટે તૈયાર છે. તેને 17 એપ્રિલે એટલે કે આજે સાંજે 5.30 કલાકે લોન્ચ કરવામાં આવશે. ઇલોન મસ્કે આ વિશે ટ્વિટ કર્યું- ‘સક્સેસ મે બી, એક્સાઈટમેન્ટ ગારંટીડ!’ તેનો અર્થ એ કે સફળતા મળી શકે છે, પરંતુ એક્સાઈટમેન્ટની ગેરંટી છે. મહત્વપૂર્ણ વાત છે કે માત્ર આ સ્પેસશીપ જ મનુષ્યને ઈન્ટરપ્લેનેટરી બનાવશે. એટલે કે તેની મદદથી પ્રથમ વખત માણસ પૃથ્વી સિવાયના બીજા ગ્રહ પર પગ મૂકશે. ઈલોન મસ્ક 2029 સુધીમાં મનુષ્યને મંગળ પર લઈ જવા અને ત્યાં કોલોની વસાવવા માંગે છે. આ સ્પેસશીપ એક કલાકથી પણ ઓછા સમયમાં માનવીને દુનિયાના કોઈપણ ખૂણે લઈ જવા માટે સક્ષમ હશે. સ્પેસએક્સના સ્ટારશિપ સ્પેસક્રાફ્ટ અને સુપર હેવી રોકેટને સામૂહિક રીતે ‘સ્ટારશિપ’ કહેવામાં આવે છે. તે એક રિયુજેબલ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ છે. દક્ષિણ ટેક્સાસમાં સ્પેસએક્સની સ્ટારબેઝ સુવિધાથી સ્ટારશિપ લોન્ચ કરવામાં આવશે. લોન્ચિંગ બાદ તે વિશ્વનું સૌથી શક્તિશાળી રોકેટ બની જશે. આ સિસ્ટમ એક સાથે 100 લોકોને મંગળ પર લઈ જવામાં સક્ષમ હશે. મસ્ક 10 એપ્રિલે જ સ્ટારશિપ લોન્ચ કરવા માગતા હતા, પરંતુ તે વખતે યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન એટલે કે ઋઅઅ તરફથી મંજૂરી મળી શકી ન હતી.
- Advertisement -
સ્ટારશિપ લૉન્ચ વખતે શું થશે?
આ સમગ્ર લોન્ચ 90 મિનિટનું હશે. ટેસ્ટ ફ્લાઈટ દરમિયાન, લિફ્ટ-ઓફ થયાના લગભગ 3 મિનિટ પછી બૂસ્ટર અલગ થઈને મેક્સિકોના અખાતમાં ઉતરશે. શિપ 150 માઈલ એટલે કે 241.40 કિલોમીટરની ઊંચાઈએ પૃથ્વીની પરિક્રમા કરશે અને પછી હવાઈ કોસ્ટ પર સ્પ્લેશડાઉન કરશે. એટલે કે, આ પરીક્ષણમાં, સ્ટારશિપ વર્ટિકલ લેન્ડિંગનો પ્રયાસ કરશે નહીં.
મિશન સફળ થવાની માત્ર 50% શક્યતા
આ પરીક્ષણની સફળતા મસ્કને મંગળ પર શહેર વસાવવાના તેમના સપનાની નજીક લઈ જશે. જો કે મસ્કે હાલમાં કહ્યું હતું કે સ્ટારશિપના પ્રથમ ઓર્બિટલ મિશનમાં સફળ થવાની શક્યતા માત્ર 50% છે, તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે સ્પેસએક્સ દક્ષિણ ટેક્સાસની સાઇટ પર ઘણા સ્ટારશિપ વ્હીકલનું નિર્માણ કરી રહ્યું છે. આને આગામી મહિનાઓમાં વારંવાર લોન્ચ કરવામાં આવશે અને તેમાંથી એક આ વર્ષે ભ્રમણકક્ષામાં પહોંચે તેવી લગભગ 80% શક્યતા છે.
સ્ટારશિપ શું-શું કરી શકે?
પેલોડ ડિલિવરી
ચંદ્ર મિશન
અર્થ-ટુ-અર્થ ટ્રાન્સપોર્ટેશન
ઈન્ટરપ્લેનેટરી ટ્રાન્સપોર્ટેશન
- Advertisement -