ખાસ-ખબર સંવાદદાતા
એપ્રિલ મહિનાની શરૂઆત થતા પ્રથમ સપ્તાહથી જ ઙૠટઈક દ્વારા દરોડા કામગીરી શરૂ કરવામાં આવી છે. સોમવારે કરેલ દરોડા બાદ ગઇકાલે જાહેર રજા બાદ કરતા આજે ફરી સતત બીજા દિવસે રાજકોટ શહેરમાં વહેલી સવારથી ઙૠટઈકની કોર્પોરેટ ટીમ દ્વારા રાજકોટ સીટી સર્કલ ડિવિઝન હેઠળ વિસ્તારમાં અલગ અલગ 41 ટીમ દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. સોમવારે 44 ટીમ દ્વારા 119 ક્નેક્શનમાંથી 28.76 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી.
રાજકોટ શહેરી વિસ્તારમાં વીજ ચેકીંગ અંગે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. માર્ચ એન્ડિંગ પૂર્ણ થતા એપ્રિલની શરૂઆતમાં રાજકોટ શહેરી વિસ્તારમાં આજે બીજા દિવસે વહેલી સવારથી શહેરના આજી 1, કોઠારીયા રોડ અને મોરબી રોડ સબડિવિઝન હેઠળ આવતા વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આજે વહેલી સવારથી અલગ અલગ 41 ટીમ દ્વારા શિવાજીનગર, વિજયનગર, ચુનારાવાડ, થોરાળા, અવધ પાર્ક, રણછોડનગર, શક્તિ સોસાયટી, અને ભગવતીપરા સહીત 20 જેટલા વિસ્તારમાં વીજ ચોરી ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં કુલ 6 ફીડરો આવરી લેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે આજની ચેકીંગ ડ્રાઇવમાં કુલ 4 વીડિયોગ્રાફર, 14 પોલીસ, 14 જછઙ અને 17 સિક્યોરિટી ગાર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને આજે પણ લાખોની વીજચોરી ઝડપાઇ તેવી પુરી શક્યતા સેવાઇ
રહી છે.
જયારે સોમવારે 44 ટીમ દ્વારા 702 કનેક્શન ચેક કરી તેમાંથી 119 કનેક્શનમાં વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી જેમાં કુલ રૂ.28.76 લાખની દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.