રાજધાની મોસ્કોમાં ગોસ્ટિવની ડ્વોર હોલમાં પોતાના ભાષણ દરમિયાન પુતિને ભારતનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે રશિયા ભારત સાથે તેના સહયોગ અને વેપારમાં વધારો કરવાનું ચાલુ રાખશે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને પોલેન્ડ અને યુક્રેનની ઓચિંતી મુલાકાત લીધી છે. આ દરમિયાન જો બિડેને રશિયા પર નિશાન પણ સાધ્યું હતું. આ દરમિયાન હવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, અમેરિકા અને પશ્ચિમી દેશો યુક્રેનને હથિયારોની સતત મદદ કરી રહ્યા છે. પશ્ચિમ યુક્રેન સાથે તે જ રમત રમી રહ્યું છે જે તેણે ઇરાક અને સીરિયા સાથે રમ્યું હતું. પોતાના સંબોધન દરમિયાન તેમણે ભારત વિશે મહત્વપૂર્ણ નિવેદન પણ આપ્યું હતું. આ સાથે તેમણે ચીન વિશે પણ પોતાનો મત વ્યક્ત કર્યો હતો.
- Advertisement -
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથેના યુદ્ધની એક વર્ષગાંઠ પર સંબોધન કર્યું. આ દરમિયાન તેણે ઘણી વાતો કહી. આ દરમિયાન ભારત સાથેના સંબંધોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. રાજધાની મોસ્કોમાં ગોસ્ટિવની ડ્વોર હોલમાં પોતાના ભાષણ દરમિયાન પુતિને ભારતનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે રશિયા ભારત સાથે તેના સહયોગ અને વેપારમાં વધારો કરવાનું ચાલુ રાખશે. તેમણે એશિયામાં ભારત, ચીન વગેરે જેવા દેશો સાથે વેપારને પ્રોત્સાહન આપવા માટે ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ કોરિડોર (INSTC) ના વિસ્તરણની પણ જાહેરાત કરી હતી.
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે, રશિયા વિદેશી આર્થિક સંબંધોને વિસ્તારશે અને નવા લોજિસ્ટિક કોરિડોરનું નિર્માણ કરશે. તેમણે કહ્યું કે, તેઓ ભારત, ઈરાન, ચીન જેવા દેશો સાથે આર્થિક સંબંધો વધારવા માટે ઉત્તર-દક્ષિણ કોરિડોરનો વિકાસ કરશે. ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર પર ભાર મૂકતાં પુતિને કહ્યું, ‘અમે ભારત, ઈરાન, પાકિસ્તાન સાથે સહયોગ વધારવાની આશા રાખીએ છીએ.
ભારતને લઈ આપ્યું મોટું નિવેદન
અમે ભારત સાથેના અમારા વેપારને વધારવા માટે ઉત્તર-દક્ષિણ કોરિડોર (INSTC) બનાવવાનું ચાલુ રાખીશું. ભારત અને ચીન સાથેના સહયોગને વિસ્તારવા અને ગાઢ બનાવવા પર ભાર મૂકતા પુતિને કહ્યું કે. રેલ્વેનું આધુનિકીકરણ કરવામાં આવશે અને ઉત્તરીય શિપિંગ રૂટમાં સુધારો થશે. આનાથી ભારત અને ચીન જેવા મિત્ર દેશો સાથે સહયોગ વધુ ગાઢ બનશે.
- Advertisement -
જાણો INSTC શું છે ?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર નૂર ખર્ચ અને સમય બચાવવા માટે ભારત અને રશિયા વચ્ચે INSTC એટલે કે ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર શરૂ કરવામાં આવ્યો છે. આ કોરિડોર હેઠળ ભારત અને રશિયા વચ્ચેના પરિવહન ખર્ચમાં લગભગ 30 ટકાનો ઘટાડો કરવા અને દરિયાઈ, રેલ અને માર્ગનો ઉપયોગ કરીને સમય 40 દિવસથી ઘટાડીને લગભગ અડધો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
મહત્વનું છે કે, INSTC એ ભારત, ઈરાન, અફઘાનિસ્તાન, આર્મેનિયા, અઝરબૈજાન, રશિયા, મધ્ય એશિયા અને યુરોપ વચ્ચે માલસામાનની હેરફેર માટે 7,200 કિલોમીટર લાંબો પરિવહન પ્રોજેક્ટ છે. આ કોરિડોરનો પાયો રશિયા, ઈરાન અને ભારતે મળીને 12 સપ્ટેમ્બર, 2000ના રોજ નાખ્યો હતો. પુતિન હવે આ કોરિડોરના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના દેશો, ખાસ કરીને ભારત સાથે તેમના સહયોગને વધુ મજબૂત કરવા માંગે છે.