અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના ઘરે ગુપ્ત દસ્તાવેજોને લઈને એફબીઆઈ ત્રીજી વાર ત્રાટકી હતી.જોકે તપાસ દરમ્યાન બાઈડેનનાં ઘરમાંથી કોઈ ગુપ્ત દસ્તાવેજ હાથ લાગ્યા નહોતા. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના આવાસે ગુપ્ત દસ્તાવેજોને લઈને સંધીય તપાસ બ્યુરો-એફબીઆઈએ ફરી એકવાર ગઈકાલે બુધવારે દરોડા પાડયા હતા.
પરંતુ આ વખતે એફબીઆઈને ખાલી હાથે પાછા ફરવુ પડયુ હતું. બાઈડનના હેલાવેરના રેહોબેથ વચ્ચે આવેલા ઘરની પૂરી તલાસી બાદ કોઈ ગોપનીય દસ્તાવેજો નહોતા મળ્યા. બાઈડનના અંગત વકીલ બોબ બાઉરે જણાવ્યું હતું કે અમેરીકી ન્યાય વિભાગ દ્વારા રાષ્ટ્રપતિનાં રેહોબોથ ખાતેના આવાસમાં યોજનાબદ્ધ રીતે તપાસ થઈ છે.તેમાં કોઈ ગોપનીય દસ્તાવેજો નથી મળ્યા.
- Advertisement -
આ અગાઉ પણ બાઈડનના ઘેર એફબીઆઈએ રેડ પાડી હતી. આ દરમ્યાન તેમાં ગોપનીય દસ્તાવેજો સંબંધ અનેક ન્ય દસ્તાવેજો મળ્યા હતા. આ દસ્તાવેજો એ સમયના છે જયારે બાઈડેન ઉપ રાષ્ટ્રપતિ પદ પર હતા આરોપ હતો કે પદ છોડતી વખતે બાઈડેન ગોપનીય દસ્તાવેજ પોતાની સાથે લઈ ગયા હતા. વકીલે જણાવ્યું હતું કે આ તલાસી લગભગ 12 કલાક ચાલી હતી.