-ધોલેરામાં વિશેષ રોકાણને લઈને આ એકસપ્રેસ વે મહત્વનો માર્ગ બનશે
અમદાવાદ-ધોલેરા એકસપ્રેસવે (પેકેજ-1)ના ચાલી રહેલા કામની પ્રગતિનું આજે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નિરિક્ષણ કર્યું હતું. 4200 કરોડના કુલ ખર્ચથી આ 109 કિલોમીટર લાંબો ગ્રીન ફીલ્ડ કોરીડોર વિકસીત કરવામાં આવી રહ્યો છે.
- Advertisement -
અમદાવાદ અને ધોલેરાને જોડવા માટે અને ધોલેરાનાં અનેક ખાસ રોકાણ ક્ષેત્રને અમદાવાદની સાથે જોડવા માટે આ એક મહત્વપૂર્ણ માર્ગ તરીકે કામ થશે. આ એકસપ્રેસ વે અમદાવાદ અને ધોલેરા વચ્ચે ગતિ યાત્રાને સક્ષમ કરશે અને યાત્રાનાં સમયગાળાને લગભગ 1 કલાક (હાલ 2.25 કલાક) ઓછુ કરી દેશે.ધોલેરાથી વિમાન મથક માટે સીધી કનેકટીવીટી પણ આપશે.
- Advertisement -
આ માર્ગ નવ ગામમાં ધોલેરા આંતર રાષ્ટ્રીય વિમાન મથકનાં માધ્યમથી સરખેજ, અને ધોલેરા વિશેષ રોકાણ ક્ષેત્ર (એસઆઈઆર) પાસે સરદાર પટેલ રીંગ રોડને જોડે છે. અમદાવાદ અને ધોલેરામાં ઔદ્યોગીક ગતિવિધીમાં ઝડપ લાવવામાં આ એકસપ્રેસ વે મદદરૂપ સાબીત થશે.