ખાસ-ખબર સંવાદદાતા
હળવદના સરા નાકા પાસે આવેલ રોયલ ફર્નિચર નામના શોરૂમમાં ભીષણ આગ લાગી હતી જે બનાવ અંગે ફાયરબ્રિગેડ ટીમને જાણ કરવામાં આવતા મોરબી, હળવદ, સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા ફાયરબ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ફાયરબ્રિગેડ ટીમની કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ હળવદના સરા નાકા નજીક આવેલ રોયલ ફર્નિચર નામના શોરૂમમાં ગત તા. 13 ની મધ્યરાત્રીએ અચાનક આગ લાગતા પળવારમાં જ આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું જે ગંભીર સ્થિતિને જોતા હળવદ, મોરબી, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગરની ફાયરબ્રિગેડ ટીમો આવી પહોંચી હતી અને કલાકો સુધી પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ ભીષણ આગના બનાવમાં લાખો રૂપિયાનું ફર્નિચર બળીને ખાખ થઈ ગયું હતું.