ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગિરનાર રોપ-વે પ્રોજેક્ટના માધ્યમથી જૂનાગઢ જિલ્લાના પ્રવાસન વિકાસને નવી ઉંચાઈ મળી રહી છે. વર્ષ-2022ના છેલ્લાં માસ માત્ર ડિસેમ્બરમાં જ 1.06 લાખ પ્રવાસીઓએ રોપ-વેના માધ્યમથી ગરવા ગિરનારને નિહાળવાનો રોમાંચ અને તેનુ અદભૂત સૌંદર્યં માણ્યું હતું. વર્ષ-2022ના ડિસેમ્બર માસમાં ગિરનાર ઉડન ખટોલાની કુલ 1,06,836 પ્રવાસીઓએ મજા માણી હતી.જૂનાગઢ જિલ્લો પ્રાકૃતિક સૌંદર્યંનો ભંડાર હોવાની સાથે આધ્યમિક, ઐતિહાસિક અને પૌરાણીક વારસાની જાહોજલાલી છે. ઉપરાંત સ્થાપત્ય બેનમૂન ઝાંખી અહિં જોવા મળે છે. જે પ્રવાસીઓ, અભ્યાસુઓ સહિત સૌ કોઈને આકર્ષે છે. જૂનાગઢ જિલ્લાની આસપાસ અન્ય મહત્વના પ્રવાસન સ્થળો આવેલા છે. દુનિયાભરમાં એશિયાટીક લાઈનનું એકમાત્ર ઠેકાણુ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન-અભયારણ્ય, દ્વાદશ જ્યોર્તિલિંગમાં પ્રથમ સોમનાથ જ્યોર્તિલિંગ. એક સમયે પોર્ટીગીઝ શાસન હેઠળનું રળીયાપણું દિવ સહિતના અનેક જોવાલાયક સ્થળો જૂનાગઢ જિલ્લા નજીક
આવેલા છે.