ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ એલસીબી પોલીસ માણાવદર બાંટવા રોડ પર પેટ્રોલિંગ માં હતી ત્યારે પાવર હાઉસ પાસેથી શ્યામ ઘુસાભાઇ ઉર્ફે ઘનશ્યામભાઇ મેતા આહિર ઉ.વ.22 રહે. માણાવદર વાળની તલાશી લેતા તેની પાસેથી દેશી હાથ બનાવટની પીસ્ટલ (હથીયાર) નંગ-01 કિ.રૂ. 25,000ની મળી આવેલ હતી પોલીસે ગેર કાયદેસર હથિયાર મળી આવતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો અને રેઇડ દરમ્યાન હાજર મળી નહિ આવેલ અન્ય આરોપી કારા રાણા કરમટા રહે.ગાંધીગ્રામ જુનાગઢ વાળાએ હથીયાર સાચવવા આપી એકબીજાને મદદગારી કરી ગુન્હો કર્યાની માણાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
માણાવદરમાંથી દેશી હાથ બનાવટ પિસ્ટલ સાથે એક ઈસમની ધરપકડ
