દિલ્હીથી ચાલતા GST ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ
કરચોરીને લગતા તમામ ડોક્યુમેન્ટ કબ્જે લેવાયા
ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભાની ચૂંટણીઓ પુરી થતા જ રાજકોટ સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા ઉદ્યોગનગરી મોરબીમાં દરોડાનો દૌર શરૂ કરવામાં આવ્યો છે જેમાં મોરબીમાં એક ટ્રાન્સપોર્ટર અને ત્રણ કલોક મેન્યુફેકચરને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરી પ્રાથિમક તબ્બકે રૂ. બે કરોડની જીએસટીની ચોરી ઝડપી લીધી છે. ચોરીને લગતા અનેક ડોકયુમેન્ટ કબ્જે લેવાયા છે અને તેની ચકાસણી ટુંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે. સેન્ટ્રલ જીએસટી દ્વારા ચૂંટણી પુર્ણ થયા બાદ જીએસટી ચોરો સામે ઝુંબેશ શરૂ કરી હોય તેમ દરરોજ દરોડાની કાર્યવાહી હાથ ધરી જીએસટી ચોરોને સકંજામાં લેવામાં આવી રહ્યા છે. મોરબીમાં છેલ્લા ત્રણ દિવસથી સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની રાજકોટ ટીમ દ્વારા લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ લાલજી મુળજી ટ્રાન્સપોર્ટ ઓફિસ અને ત્રણ જેટલા ઘડિયાળ બનાવતા યુનિટો પર દરોડા પાડીને મોટાપાયે જીએસટી ચોરીને લગતા દસ્તાવેજી સાહિત્ય કબ્જે કરવામાં આવ્યા હતા અને આ સાથે જપ્ત કરેલ સાહિત્ય ચકાસણી ટુંક સમયમાં હાથ ધરવામાં આવશે. પ્રાથમિક તપાસમાં રૂ. બે કરોડની જીએસટી ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે તપાસ દરમિયાન દિલ્હી કનેક્શન પણ ખુલ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ તો અધિકારી દ્વારા દિલ્હી સેન્ટ્રલ જીએસટી અને કસ્ટમ્સને જાણ કરવામાં આવી છે અને આવનાર દિવસોમાં દિલ્હીથી કલોક મુવમેન્ટની ખરીદી કરતા ઘડિયાળ ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો થવાની સંભવાના સેવાઈ રહી છે. ભૂતકાળમાં પણ દિલ્હીથી આ રીતે અન્ડર ઈન્વોઈસ થકી ક્ધસાઈન્ટમેન્ટ ક્લીયર કરવામાં આવ્યા છે. આ અંગે તપાસ કરવામાં આવતા કેટલીક મુવમેન્ટ મોરબીના કલોક ફેક્ટરીને સપ્લાય કરવામાં આવી છે તેની માહિતી પણ સામે આવી શકે છે. જીએસટીની તપાસમાં સમગ્ર રેકેટ દિલ્હીથી જ ચાલતું હોય અને અત્યાર સુધી કરવામાં આવેલ અન્ડર ઈન્વોઈસ થકીના જે ક્ધસાઈન્ટમેન્ટ ક્લીયર કરવામાં આવ્યા હતા તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. હાલમાં તો આ દરોડાની કામગીરીથી લાતી પ્લોટ વિસ્તારમાં હાલ અનેક ધંધાર્થીઓ પોતાના વેપાર ધંધા બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.