37મી અખિલ ગુજરાત ગિરનાર સ્પર્ધામાં 1457 સ્પર્ધકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ અતિ સાહસિક અને રોમાંચ ભરેલી 37મી અખિલ ગુજરાત ગિરનાર સ્પર્ધા આગામી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહે યોજાશે. જેમાં ગુજરાતના ર0 જિલ્લામાંથી 1457 સ્પર્ધકોએ ભાગ લીધો છે.
રમત-ગમત સાંસ્કૃતિક વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે.
આ સ્પર્ધામાં ર0 જિલ્લામાંથી 1033 ભાઇઓ 400 સિનીયર અને 489 જુનિયર ભાઇઓ ભાગ લેશે.
એજ રીતે 424 બહેનોમાં 233 સિનીયર બહેનો અને 191 જુનિયર બહેનો મળી કુલ 1457 સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં સૌથી વધુ જૂનાગઢ જિલ્લાના સ્પર્ધકોએ ભાગ લીધાનું રમત-ગમત અધિકારીએ જણાવ્યુ હતું.
આ સ્પર્ધાને સુદ્રઢ અને સફળતા પૂર્વક આયોજન થાય તે માટે આજે જૂનાગઢ જિલ્લા કલેકટરની અઘ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સ્પર્ધામાં આવતા સ્પર્ધકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે આગોતરૂ આયોજન કરવામાં આવી રહ્યું છે.



