ફરિયાદ નિવારણ સેલ પર અત્યાર સુધીમાં ચાર ફરિયાદો નોંધાઈ
ખાસ-ખબર સંવાદદાતા
હાલ વિવિધ વિસ્તારોમાં થતા આચારસંહિતાના ઉલ્લંઘન અંગે નાગરિકો સી વિજીલ એપ પર ફરિયાદો કરીને ચૂંટણી તંત્રનું ધ્યાન દોરી રહ્યા છે.
- Advertisement -
મોરબી જીલ્લામાં આદર્શ આચારસંહિતા ભંગની ફરિયાદોના નિકાલ માટે ફરિયાદ નિવારણ સેલ કાર્યરત કરવામાં આવ્યો છે જે અંતર્ગત આચારસંહિતાના ઉલ્લંઘન કે ભંગ અંગે નાગરિકો ફરિયાદ કરી શકે તે માટે ફરિયાદ નિવારણ સેલ અંતર્ગત ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800 233 0422 શરૂ કરવામાં આવ્યો છે. સી વીજીલ મોબાઈલ એપ પર નોંધાયેલી 24 ફરિયાદો અને ફરિયાદ નિવારણ સેલ અંતર્ગત ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800 233 0422 પર નોંધાયેલી ચાર ફરિયાદ મળી મોરબીના ત્રણેય વિધાનસભા મત વિસ્તારોમાંથી આવેલી કુલ 28 જેટલી ફરિયાદોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે.
મોરબી કલેકટર કચેરી ખાતે કાર્યરત ફરિયાદ નિવારણ સેલમાં સી વિજીલ એપના માધ્યમથી અત્યાર સુધીમાં 24 જેટલી ફરિયાદો નોંધાઈ છે. આ ફરિયાદોમાં 17 ફરિયાદો 65-મોરબી મતવિસ્તારમાં, 5 ફરિયાદો 66-ટંકારા મતવિસ્તારમાં અને 2 ફરિયાદ 67-વાંકાનેર મતવિસ્તારમાં નોંધાઈ છે. આમ, કુલ 24 ફરિયાદો નોંધાઇ હતી જેમના પર ત્વરિત કાર્યવાહી કરીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ બંને ફરિયાદ નિવારણના માધ્યમ થકી સામાન્ય પ્રકારની ફરિયાદો નોંધાઈ છે અને ગંભીર પ્રકારની કોઈ ફરિયાદ નોંધાઈ નથી.