અમેરિકામાં ગન કલ્ચર પૂર્ણ થવાનું નામ જ લેતું નથી. સામૂહિક ગોળીબારીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના રોકી માઉન્ટેનની પૂર્વીતલહટીની તરફ વસેલા કોલોરાડો સ્પ્રિંગ્સમાં એલજીબીટીક્યૂની નાઇટ ક્લબમાં થઇ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, એક 22 વર્ષીય બંધુકધારી કોલોરાડો સ્પ્રિંગ્સના એલજીબીટીક્યૂની નાઇટ ક્લબમાં શનિવારના અડધી રાત્રે ઘુસીને ગોળીબારી કરી હતી, જેમાં ઓછામાં ઓછા 5 લોકોની મોત થઇ અને 25 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ક્લબ ક્યૂમાં શૂટિંગના સંદિગ્ધ આરોપીની ઓળખ એન્ડરસન લી એલ્ડ્રિપના રૂપે કરવામાં આવી છે. તેમણે ફાયરિંગ દરમ્યાન એક લાંબી રાઇફલનો ઉપયોગ કર્યો હતો. આરોપીની પોલીસે ધરપકડ કરી છે.
- Advertisement -
“Club Q is the only LGBTQ space in Colorado Springs. And we don’t even have that anymore."
Colorado mourns after the Club Q shooting left 5 dead, 25 injured. https://t.co/GBYSuwt5Ua pic.twitter.com/e95dMqMa7d
— The Denver Post (@denverpost) November 20, 2022
- Advertisement -
આરોપી સામે બે નાગરિકોએ લડાઇ કરી
મૃત્યુ પમાનાર અને ઇજાગ્રસ્તોનો આંકડો હજુ વધારે હોત જો બે નાગરિકોએ આરોપી સાથે લડાઇ ના કરી હતો. પોલીસએ આ નાગરિકોનો આભાર માનતા કહ્યું કે, અમે તપાસ કરી રહ્યા છિએ, કે આ હુમલો કોઇ અદાવતમાં કરવામાં આવ્યો હતો કે એલજીબીટીક્યૂના સમુદાય સાથે તેનો કોઇ સંબંધ છે.