– પૂજા સ્થળ અધિકાર અંગેની ડો. સ્વામીની અરજી પર જાન્યુઆરીમાં સર્વોચ્ચ અદાલત નિર્ણય લેશે
સર્વોચ્ચ અદાલતે પૂજા સ્થળ અધિનિયમ-1991ને પડકારતી ભાજપના પૂર્વ સાંસદ ડો. સુબ્રમણ્યમ સ્વામીની અરજી પર હવે જાન્યુઆરી માસમાં સુનાવણી કરવા નિર્ણય લીધો છે જ્યારે જ્ઞાનવાપી ગેસમાં શિવલીંગમાં પૂજા કરવાના અને આ પરિસર હિંદુઓને સુપ્રત કરવાની અરજી પર આજે સંભવત: સુનાવણી કરી શકે છે.
- Advertisement -
ડો. સ્વામીએ 1991ના પૂજા સ્થળ અધિનિયમને પડકાર્યો હતો અને તેમાં કેન્દ્ર સરકારે જવાબ આપવા માટે સમય માગતા હવે તેના પર જાન્યુઆરી માસમાં સુનાવણી થશે. બીજી તરફ જ્ઞાનવાપી મસ્જીદોમાં મુસ્લીમોને પ્રવેશ પ્રતિબંધ મુકવા, પરિસર હિન્દુઓને સોંપવા અને પૂજા તેમજ રાગભોજના અધિકાર આપવાની માગણી સાથે કરાયેલી અરજી પર આજે સુપ્રિમ કોર્ટ પોતાનો આદેશ આપવાની છે પરંતુ હજુ સુધી તેમાં સર્વોચ્ચ અદાલતનો કોઇ ચૂકાદો આવ્યો નથી પરંતુ માનવામાં આવે છે
કે તેમાં પણ કોઇ આગામી દિવસોમાં મુદત પડશે તેવી શક્યતા છે. ડો. સ્વામીએ 1991ના પ્લેસીસ ઓફ વર્સિપ એક્ટની કેટલીક જોગવાઈઓ સામે પ્રશ્ર્ન ઉઠાવ્યા છે. જેમાં જણાવાયું છે કે 15 ઓગસ્ટ 1947ના દિવસે દેશમાં જે પૂજા સ્થળોનું ચરિત્ર એટલે કે તે જે સમુદાયના હોયતે યથાવત રાખવાનો નિર્ણય છે તેમાં હવે ડો. સ્વામીએ કેટલાક સુધારા માગ્યા છે પરંતુ સુપ્રિમ કોર્ટે તેના પર સુનાવણી મુલત્વી રાખી છે જ્યારે જ્ઞાનવાપી અંગે પણ ચુકાદો મુલતવી રહે તેવી શક્યતા દેખાતી નધી.