By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    2 days ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    3 days ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    3 days ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    4 days ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
    1 day ago
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    2 days ago
    FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ
    2 days ago
    ગુરુગ્રામમાં પોલીસ એન્કાઉન્ટરમાં દીપક નાંદલ ગેંગના ૪ શૂટર ઠાર મરાયા
    2 days ago
    ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 1000થી વધુ લોકો ફસાયા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    2 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    2 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    3 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    3 days ago
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    4 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 week ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    2 days ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    3 days ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    4 days ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    5 days ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કાર્ય સિદ્ધ કરવા માટે પહેલા ધ્યેય નક્કી કરવું પડે : પાર્વતી મોકરિયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Shailesh Sagpariya > કાર્ય સિદ્ધ કરવા માટે પહેલા ધ્યેય નક્કી કરવું પડે : પાર્વતી મોકરિયા
AuthorShailesh Sagpariya

કાર્ય સિદ્ધ કરવા માટે પહેલા ધ્યેય નક્કી કરવું પડે : પાર્વતી મોકરિયા

Khaskhabar Editor
Last updated: 2022/11/12 at 5:03 PM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

જામ ખંભાળીયા તાલુકાના કેશોદ ગામમાં રહેતા દેવરામભાઈ મોકરીયા અને ડાહીબેન મોકરિયાની દીકરી પાર્વતી ગામની જ સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી હતી. માત્ર બે ચોપડી ભણેલા પિતા દેવરામભાઈની અંતરની ઈચ્છા હતી કે દીકરી પાર્વતી ભણી-ગણીને ખૂબ આગળ વધે. દીકરીને સારું શિક્ષણ મળે એ માટે ગામડે ખેતી કરતા દેવરામભાઇ જામનગર રહેવા માટે આવી ગયા.

માત્ર 2 ચોપડી ભણેલા દેવરામભાઈ પરિવારનું ગુજરાન ચલાવવા અને દીકરીના અભ્યાસના ખર્ચ માટે બ્રાસપાટના કારખાનામાં મજૂરી કરવા માટે જતા હતા. થોડી બચત થઈ એટલે શાકભાજીની લારી ચાલુ કરી. ઘણા લોકોએ દેવરામભાઈને કહ્યું, “દીકરીને બહુ ભણાવવાની ન હોય.” દેવરામભાઈ કોઈની વાત સાંભળ્યા વગર દીકરીની સોનેરી કારકિર્દી માટે સતત કામ કરતા રહેતા. જામનગરના સ્લમ વિસ્તારમાં સાવ સામાન્ય મકાનમાં રહે પણ સંતાનોના ભણતરમાં સહેજ પણ ઉણપ આવવા ન દે.

- Advertisement -

પાર્વતી પણ માતા-પિતાના તેના પરના વિશ્વાસને સવાયો સાબિત કરવા માટે ખૂબ મહેનત કરે. ધોરણ-12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આ સમજુ દીકરી એના નાના ભાઈ બહેન પણ ભણી શકે એ માટે કોલેજના અભ્યાસની સાથે સાથે પાર્ટ ટાઇમ નોકરી કરે. એલ.એલ.બી.ના અભ્યાસની સાથે સાથે જામનગરના જાણીતા એડવોકેટ શ્રી અનિલ મહેતાની ઓફિસમાં જુનિયરશિપ શરૂ કરી. કામ પ્રત્યેની પાર્વતીની અભિરુચિ અને ડેડીકેશન જોઈને અનિલભાઈએ પાર્વતીને મેજિસ્ટ્રેટ બનવાની પરીક્ષાની તૈયારી કરવા માટે કહ્યું.

પાર્વતીએ પણ મનમાં ગાંઠ વાળી કે મારે મેજિસ્ટ્રેટ બનવું છે. શાકભાજી વેંચનારાની દીકરી મેજિસ્ટ્રેટ બને એ કલ્પના જેવું લાગે પરંતુ કલ્પનાને વાસ્તવિકતામાં બદલવા માટે પાર્વતીએ સખત મહેનત શરૂ કરી. ઘરે વાંચવા માટે અલગ રૂમની પણ વ્યવસ્થા નહોતી છતાં આ દીકરી એડજસ્ટ કરીને સતત વાંચ્યા કરે. મમ્મી ડાહીબેન સાવ અભણ પણ દીકરીની જજ બનવાની યાત્રામાં એ પણ સામેલ થઈ ગયા. પાર્વતી વાંચવા વહેલી સવારે જાગી જાય તો મમ્મી પણ એના પહેલા જાગીને એને જરૂરી વ્યવસ્થા કરી આપે. પાર્વતી વાંચવામાં એવી એકાકાર થઈ જતી કે એ ખાવાનું પણ ભૂલી જતી.

મેજિસ્ટ્રેટ માટેની પ્રિલીમીનરી પરીક્ષા આવી ત્યારે જ પાર્વતી બીમાર પડી. હિંમત હાર્યા વગર શારીરિક અસ્વસ્થતા વચ્ચે પણ એમણે પરીક્ષા આપી અને પાસ કરી. જ્યારે મુખ્ય પરીક્ષા આવી ત્યારે એક જ દિવસમાં બે પેપર લખવાના હતા. પેપર ખૂબ લાંબા હોય એટલે જ્યારે પહેલું પેપર પૂરું થયું ત્યારે પેન પકડવાને આંગળી પર ફોલ્લો થઈ ગયો. હવે બીજું પેપર કેમ આપવું ? પરંતુ આ હિંમતવાન દીકરીએ ફોલ્લા સાથે બીજુ પેપર લખવાની શરૂઆત કરી. ખૂબ પીડા થતી હતી અને પેન પકડવાનું ફાવતું નહોતું એટલે જાતે જ ફોલ્લો ફોડી નાખ્યો અને પેપર લખવાનું ચાલુ રાખ્યું.

- Advertisement -

થોડીવારમાં આંગળીના એ ભાગથી લોહી નીકળવાનું શરૂ થયું. સુપરવાઈઝરનું ધ્યાન ગયું એટલે એમને આંગળી પર પાટો બાંધવા કહ્યું અને તે માટે મદદ પણ કરી પરંતુ જો પાટો બાંધેલી આંગળી સાથે પેન પકડીને પેપર લખે તો લખવામાં ઝડપ ન આવે એટલે એમ જ પાટા વગર પેપર લખવાનું શરૂ કર્યું. ખૂબ પીડા થતી હતી પરંતુ નજર સામે મેજિસ્ટ્રેટની ખુરશી દેખાતી હતી એટલે બધું સહન કરીને પેપર પૂરું કર્યું. પાર્વતી ખૂબ સારા માર્કસ સાથે મુખ્ય પરીક્ષા પણ પાસ થઈ ગઈ અને ઇન્ટરવ્યૂમાં પણ એનું પરફોર્મન્સ સારું રહ્યું.

સખત પરિશ્રમના પરિણામ રૂપે પાર્વતીએ ગુજરાત હાઇકોર્ટ દ્વારા લેવાયેલી ફર્સ્ટ ક્લાસ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી અને મેજિસ્ટ્રેટ તરીકે પસંદગી પામી. થોડા સમય પહેલા જ આવેલા પરિણામે એક ઓછું ભણેલા પિતાએ અને અભણ માતાએ એની દીકરી પર મૂકેલા વિશ્વાસને પાર્વતીએ પૂર્ણ કરી બતાવ્યો.

પાર્વતી પોતાની સફળતાનું રહસ્ય સમજાવતા કહે છે કે ‘કોઇપણ કાર્ય સિદ્ધ કરવા માટે પહેલા ધ્યેય નક્કી કરવું પડે. ધ્યેયને પાર પાડવા માટે ધગશ સાથે મહેનત કરવી પડે અને યોગ્ય પરિણામ માટે ધીરજ રાખવી પડે.’
પાર્વતી મોકરિયાને એની ભવ્ય સફળતા બદલ અભિનંદન અને એના માતા-પિતાને સમાજને નવી દૃષ્ટિ આપવા બદલ વંદન.

You Might Also Like

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા

શિક્ષણના નામે ચાલતી બેફામ શૈક્ષણિક લૂંટ

જીવનસાથી સાથેના સંબંધનો સૂર્યાસ્ત !

વરસાદ : ઇન્દ્ર દેવનું વરદાન !

TAGGED: education
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઝાંસી: ભૂતકાળ જાણવાની મર્દાની છટપટાહટ
Next Article દુન્યવી કામનાઓ બહાર કાઢશો તો જ ભક્તિ માટે જગ્યા થશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા
રાજ્યમાં સિઝનનો સરેરાશ 24.63% વરસાદ : નર્મદા ડેમ 65% ભરાયો, 10 ડેમ હાઈ-એલર્ટ પર
ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો
શિક્ષણના નામે ચાલતી બેફામ શૈક્ષણિક લૂંટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

શિક્ષણના નામે ચાલતી બેફામ શૈક્ષણિક લૂંટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?