ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ દાઉદી વ્હોરા સમાજ દ્વારા પ્રેરિત બીઇંગ યુનાઈટેડ એનજીઓ તેમજ ક્રિસ્ટલ ગ્રુપ (ક્રિસ્ટલ મોલ)ના સહયોગથી ગાંધી જયંતિના દિવસે રાજકોટની જનતા માટે ભવ્ય સાઈક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાઈક્લોથોનમાં રાજકોટના 250 યુવક-યુવતીઓ ભાગ લેશે. આશરે 15 કિલોમીટરની સાયકલિંગ પ્રતિસ્પર્ધીઓ કરશે. આ સાયકલિંગની શરૂઆત ગાંધી મ્યુઝિયમ સવારે 7 વાગ્યાથી શરૂ થશે. ત્યાંથી ત્રિકોણ બાગ, યાજ્ઞિક રોડ, પંચાયત ચોક, કિશાનપરા ચોક, અંડરબ્રિજ સ્વામિનારાયણ ચોક, કોટેચા ચોક, ઈન્દિરા સર્કલ, સાધુ વાસવાણી રોડ, આકાશવાણી રોડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગેટ, ટી. એન. રાવ કોલેજ સર્કલ, બી. ટી. સવાણી હોસ્પિટલ, રૈયા રોડ, હનુમાનમઢી, આમ્રપાલી અંડરબ્રિજ, પોલીસ હેડ કવાર્ટર અને ત્યાંથી બહુમાળી ભવન ખાતે સરદાર સરોવર સ્ટેચ્યુ પાસે પૂર્ણ થશે. આ ભાગ લેનાર પ્રતિસ્પર્ધીઓનો ઉત્સાહ વધારવા રાજકોટની જનતા નિહાળે તેવી અપીલ બીઇંગ યુનાઈટેડ એનજીઓ દ્વારા કરવામાં આવી છે. આ સાઈક્લોથોનમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ટીશર્ટ રિફ્રેશમેન્ટ આપવામાં આવશે તેમ સંસ્થાના સભ્યોેએ જણાવ્યું હતું.
દાઉદી વ્હોરા સમાજધારા: 2જી ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે સાઈક્લોથોનનું આયોજન
