6 મહિનામાં અનેક વખત સગીરાને પીંખી, 21 અઠવાડિયાનો ગર્ભ રાખી દીધો, પરિવાર પોલીસની શરણે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં એક મુસ્લિમ યુવકે હિંદુ સગીરાને અનેક વખત દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દેતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પીડિતાના પરિજનોની ફરિયાદના આધારે રાજકોટ શહેર પોલીસે આરોપી સદ્દામ કુરેશી સામે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી હતી.
- Advertisement -
ઘટનાની વધુ વિગતો એવી છે કે, રાજકોટ શહેરમાં જામનગર રોડ પર રહેતી એક હિંદુ પરિવારની 17 વર્ષીય સગીરાને ફોસલાવીને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ છેલ્લા છ મહિનામાં અવારનવાર શારીરિક સબંધ બાંધ્યા હતા. ફરિયાદ અનુસાર, આરોપીએ સગીરા સાથે છેલ્લા 6 મહિનામાં અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું અને જેના કારણે પીડિતાને 21 અઠવાડિયાનો ગર્ભ પણ રહી ગયો હતો. આ બાબતની જાણ પરિવારને થતાં તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને આરોપી સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ મથકે લખાવેલ ફરિયાદમાં પીડિતાના પિતાએ સદ્દામ કુરેશી સામે તેમની પુત્રી સાથે છેલ્લા છ મહિનામાં અવારનવાર શારીરિક સબંધ બાંધી 21 અઠવાડિયાનો ગર્ભ રાખી દીધો હોવાનો આરોપ મૂક્યો હતો. જેના આધારે ગાંધીગ્રામ પોલીસે આરોપી સામે ગુનો દાખલ કર્યો હતો. સદ્દામ યાસીન કુરેશી સામે આઇપીસીની કલમ 376 (દુષ્કર્મ) અને પોક્સો એક્ટ 2012ની કલમ 2 હેઠળ ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી હતી.
ગુજરાતમાં અગાઉ પણ હિંદુ સગીરાને ફસાવીને દુષ્કર્મ આચરવાના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. તાજેતરમાં જ વડોદરામાંથી આવો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જ્યાં મોઇન પઠાણ નામના એક ઇસમે હિંદુ સગીરાને પોતાના ઘરે લઇ જઈને બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાએ આપવીતી કહેતાં પરિવાર તેને લઈને પોલીસ મથકે પહોંચ્યો હતો અને આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી.
વડોદરાના ભાયલી વિસ્તારમાં રહેતી અને નવમા ધોરણમાં અભ્યાસ કરતી સગીરા ગઈકાલે નિત્યક્રમ મુજબ ટ્યુશન ક્લાસમાં ગઈ હતી. ત્યારે તેના છૂટવાના સમયે મોઇન ત્યાં પહોંચી ગયો હતો અને તેની બર્થ ડે હોવાનું કહી ઘરે પાર્ટી રાખી હોવાનું જણાવી તેને ફોસલાવીને બાઈક પર બેસાડીને તેના ઘરે લઇ ગયો હતો. ઘરે લઇ ગયા બાદ મોઈને સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાનો અને સગીરાના ગળાના ભાગે ઇજા પહોંચાડી હોવાનો આરોપ છે. રિપોર્ટ અનુસાર, આ સમયે આરોપી મોઇનના પરિવારના સભ્યો પણ ઘરમાં જ
હાજર હતા.