ઈન્ડીયા આઈડિયા સમિટમાં બોલતા નાણા મંત્રી નિર્મલા સીતારામણે સરકારની હાલની પ્રાથમિકતા વિશે ફોડ પાડ્યો.
ઈન્ડીયા આઈડિયા સમિટને સંબોધતા નાણા મંત્રી સીતારામણે મોઘવારીને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. સીતારમણે બુધવારે કહ્યું હતું કે, મોંઘવારી સહન થઈ શકે તેવા સ્તરે આવી છે અને તેથી હાલમાં સરકારનું મુખ્ય ધ્યાન આર્થિક વિકાસ પર છે. તેમણે કહ્યું કે રોજગારી સર્જન અને ભંડોળનું સમાન વિતરણ સરકારની મુખ્ય પ્રાથમિકતાઓમાંની એક છે.
- Advertisement -
ફૂગાવો સરકારની પ્રાથમિકતા નથી- સીતારામણ
સીતારામણે કહ્યું કે સરકારની પ્રાયોરિટીમાં રોજગારી, સંપત્તિનું સમાન વિતરણ અને ભારતની ગ્રોથ માર્ગે અગ્રેસર તે સામેલ છે. ફુગાવો એ અર્થમાં પ્રાથમિકતા નથી. તમને આનાથી આશ્ચર્ય થવું જોઈએ નહીં. છેલ્લા કેટલાક મહિનાઓમાં, અમે તેને પોષણક્ષમ (નિયંત્રિત કરી શકાય તેવી પરિસ્થિતિ) ના સ્તરે લાવવામાં સક્ષમ થયા છીએ. નાણાં મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, યુએસ સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વ અને યુરોપિયન સેન્ટ્રલ બેન્ક દ્વારા દરોમાં કરવામાં આવેલા તીવ્ર વધારાને કારણે ઊભી થયેલી અસ્થિરતાને રિઝર્વ બેન્ક પહોંચી વળશે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે ઊભી થયેલી વૈશ્વિક ઊર્જા કટોકટીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસની ઉપલબ્ધતા અંગે હજુ પણ અનિશ્ચિતતા પ્રવર્તે છે. તેમણે પેમેન્ટ ટેકનોલોજી સહિત દરેક બાબતમાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવા હાકલ કરી હતી.
Smt @nsitharaman delivers the keynote address at US-India Business Council (@USIBC) India Ideas Summit on the theme 'Maximizing the Next 75 Years of US–India Prosperity'. #IndiaIdeasSummit2022 pic.twitter.com/S8s3pGUzep
— NSitharamanOffice (@nsitharamanoffc) September 7, 2022
- Advertisement -
જુલાઈમાં ફુગાવો ઘટીને 6.71 ટકા
સત્તાવાર આંકડા મુજબ ખાદ્ય પદાર્થોના ભાવમાં નરમાશને કારણે જુલાઈમાં ફુગાવો ઘટીને 6.71 ટકા થયો હતો, જોકે તે સતત સાતમા મહિને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ના 6.0 ટકાના આરામદાયક સ્તરથી ઉપર રહ્યો હતો. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) આધારિત રિટેલ ફુગાવો જૂન 2022 માં 7.01 ટકા રહ્યો હતો, જે જુલાઈ 2021 માં 5.59 ટકા હતો. એપ્રિલથી જૂન વચ્ચે તે સાત ટકાની ઉપર રહ્યો હતો.