– એવોર્ડ ફંકશનમાં કિયારા અડવાણી, દિશા પટ્ટણી, અર્જુન કપુરના પર્ફોમન્સે લોકોને મોહી લીધા
– રણવીરસિંહને ફિલ્મ ‘83’ માટે બેસ્ટ એકટરનો એવોર્ડ: વિષ્ણુ વર્ધનને કારગીલ હીરો પર બનેલી ફિલ્મ ‘શેરશાહ’ માટે શ્રેષ્ઠ નિર્દેશકનો પુરસ્કાર
- Advertisement -
– બેસ્ટ એકટ્રેસનો એવોર્ડ ફિલ્મ ‘મિમી’ માટે કૃતિ સેનનને: બોલીવુડના વિખ્યાત નિર્માતા-નિર્દેશક સુભાષ ઘાઈને લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ ડે.સીએમ ફડનવીસના હસ્તે એનાયત
અત્રે 67મો ફિલ્મફેર એવોર્ડસ સમારોહ ‘વોલ્ફ 777 ફિલ્મ ફેર એવોર્ડસ 2022’ યોજાઈ ગયો. આ સમારોહમાં રણવીરસિંહથી લઈને પંકજ ત્રિપાઠી, કૃતિ સેનન વગેરે ફિલ્મી અને ટીવી સ્ટાર્સ છવાઈ ગયા હતા. આ સમારોહમાં જાણીતા નિર્માતા-નિર્દેશક સુભાષ ઘાઈને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનીત કરાયા હતા. આ ફિલ્મ એવોર્ડથી સૌ કોઈના ચહેરા પર રોનક આવી ગઈ હતી.
- Advertisement -
વર્ષની લગભગ દરેક બહેતરીન ફિલ્મોને લિસ્ટમાં સામેલ કરાઈ હતી. આ વર્ષે ફિલ્મફેર એવોર્ડમાં ‘83’ ફિલ્મે રણવીરસિંહ માટે લકકી સાબીત થઈ. ભલે આ ફિલ્મે ટિકીટબારી પર ઉત્કૃષ્ટ દેખાવ ન કર્યો પણ આ ફિલ્મે રણવીરસિંહને બેસ્ટ એકટરનો ફિલ્મફેર એવોર્ડ અપાવ્યો છે. આ ફિલ્મ ભારતે 1983માં સૌપ્રથમ ક્રિકેટનો વર્લ્ડકપ જીત્યો હતો તેના પર છે. જેમાં રણવીરસિંહે ભારતીય ટીમના કેપ્ટન કપિલદેવની ભૂમિકા ભજવી હતી.
એવોર્ડ સમારોહમાં રણવીરસિંહે એકટ્રેસ પત્ની દીપિકા પદુકોણ સાથે સ્ટેજ શેર કર્યું હતું. સાથે સાથે એવોર્ડ લેતી વખતે રણવીરસિંહ ખૂબ જ ભાવુક બન્યો હતો. રણવીરસિંહ ઉપરાંત સિદ્ધાર્થ મલ્હોત્રાને પણ ફિલ્મ ‘શેરશાહ’ માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મ કારગીલ યુદ્ધ પર આધારિત છે. સિદ્ધાર્થના જબરદસ્ત પર્ફોર્મન્સ માટે ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.
આ સિવાય કૃતિ સેનનને ફિલ્મ ‘મીમી’માં શ્રેષ્ઠ ભૂમિકા માટે એવોર્ડ મળ્યો છે, આ ઉપરાંત વેબસીરીઝથી આગવી ઓળખ ઉભી કરી ફિલ્મોમાં દમદાર એકટીંગ કરનાર પંકજ ત્રિપાઠીને ફિલ્મ ‘મિમી’માં સપોર્ટીંગ એકટરનો એવોર્ડ મળ્યો છે. આ જ ફિલ્મ એટલે કે ‘મિમી’માં બેસ્ટ સપોર્ટીંગ એકટ્રેસનો એવોર્ડ સઈ તામ્હણકરને પણ મળ્યો છે.
વિકી કૌશલને પણ બેસ્ટ એકટરનો એવોર્ડ ફિલ્મ ‘સરદાર ઉધમસિંહ’ માટે મળ્યો છે. જયારે બોલીવુડની એકટ્રેસ વિદ્યા બાલનને તેની ફિલ્મ ‘શરની’ માટે બેસ્ટ એકટ્રેસનો ક્રિટીક એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ સમારોહમાં કિયારા અડવાણી અને દિશા પટ્ટણીએ સ્ટેજ પર પર્ફોર્મન્સ રજૂ કરી સૌને ખુશ કરી દીધા હતા, કિયારાએ તેની ફિલ્મ ‘ભુલ ભુલૈયા-2’ના ગીત પર ડાન્સ રજુ કર્યો હતો. સ્ટેજ પર વિકી કૌશલ અને વરુણ ધવને પણ પર્ફોમન્સ રજૂ કરી સૌના દિલ જીતી લીધા હતા.
આ પ્રસંગે મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડનવીસના હસ્તે બોલીવુડના વિખ્યાત નિર્માતા-નિર્દેશક સુભાષ ઘાઈને તેમના ફિલ્મ ક્ષેત્રે પ્રદાન બદલ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ અર્પણ કરાયો હતો. આ પ્રસંગે ફડનવીસના પત્ની અમૃતા ફડનવીસ પણ ઉપસ્થિત હતા.
મોડીરાત સુધી ચાલેલા એવોર્ડ ફંકશનનું એન્કરીંગ રણવીરસિંહ અને અર્જુન કપુરે કર્યું હતું.આ વર્ષે પહેલીવાર એવું બન્યું છે કે કોઈ મહિલા ગીતકારને સર્વશ્રેષ્ઠ ગીતકારનો એવોર્ડ મળ્યો હોય. બેસ્ટ લિરિકસનો એવોર્ડ ‘લહેરા દે’ ગીત ફિલ્મ ‘83’ માટે કૌસર મુનીરાને અપાયો છે.
ફિલ્મ એવોર્ડમાં ટિકિટબારી પર નિષ્ફળ, ઓટીટી પર રજૂ થયેલી ફિલ્મો છવાઈ !
બેસ્ટ સ્ક્રીન પ્લે, બેસ્ટ ડાયલોગ, બેસ્ટ એડીટીંગ, બેસ્ટ સિંગર સહિતની કેટેગરીમાં એવોર્ડ અપાયા
67મા ફિલ્મ ફેર એવોર્ડમાં ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થયેલી ફિલ્મોની બોલબાલા રહી હતી. આ એવોર્ડ વિજેતા મોટાભાગની ‘83’ સહિતની ફિલ્મો ટીકીટબારી પર ચાલી નહોતી. એવોર્ડ વિજેતા અન્ય ફિલ્મો, કલાકારો, કસબીઓની ઝાંખી.
બેસ્ટ ફિલ્મ ક્રિટીક : સૂજિત સરકારની ‘સરદાર ઉધમ’, બેસ્ટ એક્ટર ક્રિટીક – વિકી કૌશલ-સરદાર ઉધમ, બેસ્ટ પુરુષ સિંગર – બી પ્રાકમન ભરયા-શેરશાહ, બેસ્ટ મહિલા સિંગર-અસીસ કૌર-રાત લમ્યિા, શેરશાહ, બેસ્ટ સ્ટોરી-અભિષેક કપૂર, સુપ્રતિક સેન, તુષાર પરાંજયે-ચંડીગઢ કરે આશિકી, બેસ્ટ સ્ક્રીન પ્લે-શુભેન્દ્ર ભટ્ટાચાર્ય-રિતેશ-સરદાર ઉધમ, બેસ્ટ ડાયલોગ-વરુણ ગ્રોવર, દિબાકર બેનર્જી-સંદીપ ઔર પિન્કી ફરાર, બેસ્ટ ડેબ્યુ એક્ટર-એહાન ભટ્ટ-99 સોંગ્સ, બેસ્ટ ડેબ્યુ ડાયરેક્ટર-સીમા પાહવા-રામપ્રસાદ કી તેરહવી સહિત વિવિધ કેટેગરીના એવોર્ડ એનાયત થયા હતા.