છેલ્લા એક વર્ષમાં ભારતના અર્થતંત્રમાં સૌથી મોટી તેજી આવી રહી હોવાનું અનુમાન 41 પેરામીટરમાં 89% ફેવરેબલ
હજુ ફેડ વ્યાજદર વધારો- ચીનની મંદી: વૈશ્વિક કમજોરી અને ક્રુડતેલના ભાવ પર નજર
- Advertisement -
આજે જાહેર થનારા 2022-23ના વર્ષનો પ્રથમ ત્રિમાસિક આર્થિક વિકાસ દર (જીડીપી) 15.4% રહેવાનો અંદાજ છે. જે છેલ્લા 1 વર્ષનો સૌથી ઝડપી વૃદ્ધિ દર હશે. ભારત કોરોનાકાળમાંથી બહાર આવી ગયું છે અને હવે ક્રુડતેલ સહિતના વૈશ્વિક કોમોડીટીના ભાવમાં પણ તબકકામાં ઘટાડા સાથે સ્થિરતા આવી ગઈ છે તે વચ્ચે જાણીતી વૈશ્વિક એજન્સી બ્લુમબર્ગના સર્વેક્ષણ મુજબ એપ્રિલ-જૂન કવાટર 2022-23માં વૃદ્ધિદર 15.2% થી 15.4% હશે.
જો કે રિઝર્વ બેન્કે આ વૃદ્ધિ દર 16.2% રહેવાનો અને સ્ટેટ બેન્કના અહેવાલમાં 15.7% રહેવાનો અંદાજ છે તો અન્ય વૈશ્વિક એજન્સીમાં 13%ના દરે આ કવાટરમાં વૃદ્ધિ નોંધાશે તેમ માનવામાં આવે છે. ભારતમાં કોરોનાની અસર હવે નહીવત છે. નિકાસમાં વધારો થઈ રહ્યો છે અને ઘરેલું માંગ પણ વધી છે.
વૈશ્વિક મંદીના જોખમ પણ હવે ઘટવા લાગ્યા છે અને રિઝર્વ બેન્ક પણ ઉંચા જીડીપીની આશા રાખે છે. જો કે અમેરિકી ફેડ દ્વારા વ્યાજદર વધારાશે તો ડિસેમ્બર સુધીમાં રિઝર્વ બેન્ક વ્યાજદરમાં ફરી 50 બેઝીક પોઈન્ટનો વધારો કરી શકે છે પણ સપ્ટેમ્બર સમીક્ષામાં રિઝર્વ બેન્ક હવે ખરીફ મૌસમના આઉટપુટ વિ.ની રાહ જોશે. છેલ્લા કેટલાક સમયથી ઈંધણ સહિતના ભાવ વધારાના કારણે ગ્રાહકોના ખર્ચમાં ઘટાડાથી જીડીપીને મોટો ફટકો પડયો છે. આ ખર્ચ એ આર્થિક ગતિવિધિમાં 55%નો હિસ્સો ધરાવે છે.
- Advertisement -
પણ તમામ નજર ગ્રામીણ ગતિવિધિ પર છે જે સારા દિવસોનો પ્રથમ સંકેત આપે છે જેમાં એપ્રિલ-જૂન કવાટરમાં ટુ વ્હીલર- દ્વીચક્રી વાહનોનું વેચાણ 53 લાખ જેવું નોંધાયું છે જે 2021ના આ સમયગાળા કરતા વધુ છે પણ હજું કોરોના પુર્વેના કવાટરના વેચાણ કરતા ઓછું છે. અર્થશાસ્ત્રીઓ માને છે કે, જો એશિયામાં કોઈ અર્થતંત્ર ખરાબ પરીસ્થિતિમાં પણ સારો દેખાવ કરશે તો તે ભારત જ હશે જ એશિયાનું ત્રીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર છે.
જો કે હજુ કંપનીઓ તેના નવા જંગી મૂડીરોકાણના પ્લાનને હોલ્ડ કરીને બેઠી છે તેનો મુખ્ય ઉદેશ ઉંચો ઈનપુટ ખર્ચ છે. રૂપિયામાં ધસારો વૈકલ્પીક તબકકે પહોંચ્યા બાદ ગઈકાલે તે એક જ દિવસો વધુ મજબૂત બન્યા છે. સૌથી મહત્વનું હવે આગામી તહેવારોમાં લોકોના ખર્ચ, પ્રવાસન વિ. વધશે તો અર્થતંત્રને નવો બુસ્ટર ડોઝ મળશે.