મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં થયેલા ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલા વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે
ગુજરાતમાં વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારની મુખ્યમંત્રી મુલાકાત લેશે
- Advertisement -
ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા વરસાદના કારણે ભારે નુક્સાન થયું છે. ત્યારે આજે ભૂપેન્દ્ર પટેલ આ વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોની જાત મુલાકાત લઇ સ્થળ પરની વિગતો મેળવશે અને જિલ્લા વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડશે. તેમજ બપોરે1.30 વાગ્યે હવાઇ માર્ગે બોડેલી,રાજપીપળા, નવસારીના વધુ અસરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કરશે.
Gujarat | On request from Collector Valsad to rescue personnel stranded due to flash floods on the banks of river Ambika, Indian Coast Guard launched an op through Chetak helicopter and rescued 16 people amidst marginal visibility in strong winds & heavy rains: ICG officials pic.twitter.com/LhJxJzboMs
— ANI (@ANI) July 11, 2022
- Advertisement -
વલસાડની ઔરંગા નદીના પાણી પણ ભયજનક સપાટીએ
ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ હજુ યથાવત છે. ત્યારે વલસાડના કપરાડામાં છેલ્લા 24 કલાકમાં 16 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ધરમપુરમાં 10 ઈંચ અને ઉમરગામમાં 7.5 ઈંચ વરસાદ પડ્યો છે. ઉપરાંત પારડીમાં 5.6 ઈંચ અને વલસાડમાં 5.8 ઈંચ વરસાદ થયો તો વાપીમાં 6.4 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે અહીં પૂરની સ્થિતિ સર્જાઇ છે. તેમજ વલસાડની ઔરંગા નદીના પાણી પણ ભયજનક સપાટીએ આવતા દમણગંગા નદી કિનારાના ગામોને એલર્ટ કરી દેવાયા છે.
#WATCH | Gujarat: Valsad reels under flood-like situation as many parts of the district inundate amid heavy rainfall pic.twitter.com/76UrStvLUn
— ANI (@ANI) July 11, 2022
ધરમપુરના બોપી ગામે પણ 4 લોકો તણાયા હતા
નોંધનીય છે કે, વલસાડના ધરમપુરમાં 10 ઇંચ, ઉમરગામમાં 7.5 ઇંચ, વાપીમાં 6.4 ઇંચ, પારડીમાં 5.6 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડના ધરમપુરમાં ભારે વરસાદના કારણે ધરમપુરના બોપી ગામે 4 લોકો તણાયા હતા. જેમાં એકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને અન્ય ત્રણ વ્યક્તિઓની શોધખોળ હાથ ધરવામાં આવી. ટ્રેક્ટર રિપેર કરાવવા ગયેલા 4 લોકો તણાયા હતા. સાથે કોતર નદીમાં કાર પણ પાણીના વહેણમાં તણાઇ ગઇ હતી.
રાજ્યના 8 જિલ્લાઓમાં વરસાદને લઈને અલર્ટ
ગુજરાતમાં હજુ 5 દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના 8 જિલ્લાઓમાં વરસાદને લઈને અલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. તો બીજી બાજુ સુરત, નવસારી અને વલસાડમાં પણ રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 10 હજાર 674 લોકોનું સ્થળાંતર કરાયું છે.
પંકજકુમારે ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી વિડિયો કોન્ફરન્સ થકી સમીક્ષા કરી
મુખ્ય સચિવ પંકજકુમારે આઠ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા કરી હતી અને તેમણે ભરૂચ, તાપી, નર્મદા, સુરત, વલસાડ, ડાંગ અને છોટાઉદેપુર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે વન ટુ વન સમીક્ષા કરીને કરેલી તૈયારીઓ અને કામગીરીની માહિતી મેળવી હતી. તેમજ જિલ્લાકક્ષાના ડિઝાસ્ટર પ્લાન સંદર્ભે એકદમ સજ્જતા કેળવવા અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને બચાવ રાહત કામગીરીને વધુ સજજ બનાવવા સૂચનાઓ આપી હતી. જ્યાં સંભવિત ભયજનક સ્થિતિ હોય તેવી જગ્યાએ સ્થાનિક આગેવાનોને સાથે રાખીને વધુને વધુ નાગરિકોનું સ્થળાંતર કરીને તેમને આશ્રયસ્થાનોમાં રાખવા જણાવી અસરગ્રસ્તોને આરોગ્ય ભોજન સહિતની તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરવા વહીવટીતંત્રને સૂચનાઓ આપી હતી.