ક્રિશ્ચિયન યુવાન દ્વારા પ્રતાડિત યુવતીની વ્હારે આવ્યું PMO
સેલ્વિન પાઉલ પરમારે એક શ્રીમંત પરિવારની યુવતીને ફસાવીને તેની જિંદગી નર્ક કરી
- Advertisement -
વડોદરાની રૂંવાડા ઊભા કરનારી ઘટના
વડોદરામાં 10 પાસ ક્રિશ્ચિયન યુવાન સેલ્વિન પરમારે, જે છાણી કેનાલ પાસેની એક સોસાયટીમાં રહેતો, એ જ વિસ્તારની એક ધનાઢ્ય હિન્દુ પરિવારની દીકરીને એમ કહીને ફસાવી હતી કે તે 250 કરોડની સંપત્તિનો માલિક છે અને તેની પાસે ફેક્ટરી, રેતીની લીઝો, પેટ્રોલ પંપ વગેરે છે. 2 વર્ષ ચાલેલા પ્રેમ પ્રકરણ બાદ 2019માં તે ક્રિશ્ચિયન યુવાન તે દીકરીને ભગાવીને આણંદ લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા.
વડોદરાના છાણીની શ્રીમંત પરિવારની 23 વર્ષીય હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને ક્રિશ્ચિયન યુવાન સેલબિન પાઉલ પરમારે ભગાવીને લગ્ન કરી લીધા. બાદમાં ઇમોશનલ બ્લેકમેઇલ કરી અંગત પળોના વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી યુવતીને શરીર પર બ્લેડ વડે 500 જેટલા કાપા મારવા મજબૂર કરી હતી. વિષય એટલો ગંભીર બન્યો કે અંતે પ્રધાનમંત્રી કાર્યાલયે દખલ દેવી પડી હતી.
- Advertisement -
આ સમયગાળા દરમિયાન તેણે યુવતી સાથેની અંગત પળોના ફોટા તથા વિડીયો તેની જાણ બહાર ઉતારી લીધા હતા, અને વારંવાર યુવતીને બ્લેકમેલ પણ કરતો હતો. યુવતીના પરિવારે મોબાઇલ ચેક કરતાં એમાં યુવક સાથેનું ચેટિંગ મળી આવ્યું હતું, જેમાં યુવક તેને એક જ મિનિટમાં બ્લેડથી 40થી 45 કાપા પોતાના શરીર પર મારવાનું કહી તેના ફોટા સોશિયલ મીડિયા પર મગાવી પિશાચી આનંદ લેતો હતો.
લગ્ન બાદ યુવતીને સેલ્વિનના પિતા પાઉલ પરમારે ખોટી લાલચ આપી સાસરીમાં રહેવા માટે મજબૂર કરી હતી. થોડા સમય બાદ સેલ્વિન, તેની નણંદ શ્વેતા અને પિતા પાઉલ પરમારે યુવતીને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું તેમજ યુવતીને ઘરમાં ગોંધી રખાતી હતી. યુવતીને તેની ઈચ્છા વિરુદ્ધ નોનવેજ ખાવા પણ મજબૂર કરવામાં આવતી હતી.
દીકરીની આવી હાલત જોઇ ન શકતાં તેના પિતાએ ઓગસ્ટ 2021માં પોલીસની ટીમનો સંપર્ક કર્યો હતો, જેથી તેમના ઘરે છાણી પોલીસ સ્ટેશનથી ટીમ આવી હતી. જેમાં એક નોયલ સોલંકી નામનો પોલીસકર્મી પણ હતો. પરિવારની આપવીતી જાણીને નોયલ વારંવાર દૂર જઈને સેલ્વિનને કોલ પર વાત કર્યા કરતો હતો. સેલ્વિન સાથે ફોન પર વાત કરીને પરત ફરેલા નોયલે યુવતીના પિતા પાસે ઈશારાથી 5000 રૂપિયાની લાંચની માંગ કરી હતી.
નોયલ અને સેલ્વિન એક જ ધર્મના હોવાથી અમને તેની કામગીરી પર શંકા ઉપજતા એ અંગે તેની વિરુદ્ધ સપ્ટેમ્બર 2021માં છાણી પોલીસ સ્ટેશનમાં યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. આ સાથે યુવતીના પિતાએ આ વિષયમાં ન્યાય માટે PMO સુધી અરજીઓ કરી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયના આદેશ બાદ આ વિષયમાં યોગ્ય તપાસ થયા બાદ પોલીસકર્મી નોયલ સોલંકી અને કોન્સ્ટેબલ સંજયકુમાર, કે જે પોતે ટીમનો ભાગ નહોતો તો પણ માત્ર તોડ કરવાના ઇરાદે એ રાતે ટીમની ગાડીમાં ફરિયાદીના બંગલે ગયો હતો, બંને પર આરોપો સાચા સાબિત થતાં બંનેને 22 જૂન 2022ના રોજ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
હાલ પરિવારે દીકરીને ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા મોકલી દીધી છે. તેઓ આ ઘટનાક્રમથી એટલા ડઘાઈ ગયા છે કે તેઓ હવે પોતાની દીકરીને ભારત પાછી લાવવા જ નથી માંગતા. તેઓ ઈચ્છે છે કે હવે તેમની દીકરી અમેરીકામાં જ શાંતિથી પોતાની આગળની જિંદગી વિતાવે.