વડોદરાના સમતા વિસ્તારમાં આવેલ વૈકુંઠ ફલેટના ગ્રાઉન્ડ ફલોરના ટેનામેન્ટમાં ઘરમાં ઉંઘતી માત્ર પાંચ મહિનાની બાળકી પર કુતરાએ હિંસક હુમલો કર્યો હતો. કુતરાએ બાળકીનું માથુ ફાડી નાખ્યું હતું. અને તેનું લોહી ચાટી રહ્યું હતું માતાની નજર પડતા ભારે જહેમત બાદ પોતાની બાળકીને બચાવી તાત્કાલીક ગોત્રી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
5 મહિનાની બાળકી જાન્વીને ઘરમાં ઘોડીયામાં સુવડાવી બાજુના ઘરની પાસે પીવાનું પાણી ભરવા ગયા તેટલામાં કુતરાએ ઘરમાં ઘુસી બાળકીનું માથુ ફાડી ખાધુ અને લોહી ચાટવા મંડયુ હતું જયારે મોતા પરત આવી ત્યારે આ દ્દશ્યો જોઈ ડરી ગઈ હતી અને ભારે જહેમત બાદ કુતરા પાસેથી બાળકીને છોડાવી હોસ્પિટલમાં દાખલ કરી જાન્વીને માથાના ભાગમાં 15 ટાંકા આવ્યા છે. વડોદરામાં શેરીમાં કુતરાનો ત્રાસ ખુબ વધી રહ્યો છે. અવારનવાર કુતરાનો ભોગ બની રહ્યા છે ત્યારે પાંચ વર્ષની બાળકી પર હૃદય કંપાવી દેતી ઘટનાએ લોકોને હચમચાવી દીધા છે.