ખાસ-ખબર સંવાદદાતા
જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં સાર્વજનિક ક્ષેત્રની બેન્કોના કર્મચારીઓ હડતાલ પર જઈ શકે છે. 9 જેટલા બેન્ક યુનિયનોના બનેલા સંયુકત જૂથ યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન દ્વારા 27મી જૂનના રોજ હડતાલ પર જવાની ચેતવણી આપવામાં આવી છે.
હડતાલની સ્થિતિમાં ગ્રાહકોએ પોતાના જરી કામકાજ 24 જૂન સુધી નિપટાવી લેવા પડશે. ત્યારબાદ 25 જૂનના રોજ મહિનાનો ચોથો અને અંતિમ શનિવાર છે અને આ દિવસે મોટાભાગની બેન્કોમાં કામકાજની સંભાવના નથી. એ જ રીતે 26 જૂનના રોજ રવિવાર છે અને 27મી જૂનના રોજ સોમવારે હડતાલ પાડવામાં આવશે. આમ, સતત ત્રણ દિવસ સુધી બેન્કના ગ્રાહકોને ભારે પરેશાની રહેવાની સંભાવના છે.
- Advertisement -
અખિલ ભારતીય બેન્ક કર્મચારી સંઘના મહાસચિવ સી.એચ. વેંકટચલમએ યુનિયનની બેઠક બાદ કહ્યું હતું કે, પેન્શનમાં સુધારા-વધારા અને રાષ્ટ્રીય પેન્શન યોજના સમાપ્ત કરવા સહિતની કેટલીક માગણીઓ સરકાર દ્વારા સાંભળવામાં આવતી નથી. એવી માગણી પણ કરવામાં આવી છે કે, તમામ બેન્ક કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાને મંજૂરી
આપવાની રહેશે.