પશ્વિમી સેનેગલના શહેર તિવાઉનાની એક હોસ્પિટલમાં આગ લાગવાથી 11 નવજાત બાળકોની મૃત્યુ થઇ ગઇ છે. રાષ્ટ્રપતિ મૈકી સાલએ આ દુર્ઘટનાની જાણકારી આપી હતી. તિવાઉના શહેરની રાજધાની ડકારથી લગભગ 120 કિમી પૂર્વમાં આવેલી છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે, હોસ્પિટલના નવજાત વિભાગમાં આગ લાગવાથી 11 બાળકોની મૃત્યુ વિશે મને હમણાં જ જાણકારી મળી. આ એક દુ:ખદ ઘટના છે. આ દુર્ઘટના બાબતે મૃત્યુ પામેલા નવજાતના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્કત કરુ છું. હાલમાં, આગ લાગવાનું કોઇ કારણ સામે આવ્યું નથી. ઘટનાની તપાસ ચાલી રહી છે.
- Advertisement -
સેનેગલમાં અડધી રાત પહેલા, રાષઅટ્રપતિ મૈકી સૈલએ ટ્વિટર પર માહિતી આપતા કહ્યું કે આગમાં 11 નવજાત બાળકોની મૃત્યુ થઇ ગઇ છે.
ઉલ્લેખનીય છે કે, આગ લાગવાનું કારણ હાલમાં શોર્ટ સર્કિટ જણાવવામાં આવી રહ્યું છે. આગ બહુ ઝડપથી આખી હોસ્પિટલમાં ફેલાય ગઇ હતી.
શહેરના મેયરએ જણાવ્યું કે, હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનામાં 3 બાળકોને બચાવી લેવામાં આવ્યા. સ્થાનિક મીડિયા અનુસાર, આ હોસ્પિટલનું હાલમાં જ ઉદ્ધાટન કરવામાં આવ્યું હતુ.