આમ આદમી હજુ પણ મોંઘવારીની ચક્કીમાં પીસાઈ રહ્યો છે, કેટલાક રાજ્યોમાં ટમેટા પ્રતિ કિલો રુપિયા 120
ખાસ-ખબર સંવાદદાતા
મોંઘવારી હજુ પણ આમ આદમીને ભયંકર ત્રાસ આપી રહી છે અને ખાદ્ય ચીજો માં ભાવ વધારો થઈ રહ્યો છે ખાસ કરીને શાકભાજી નો ભાવ 50 ટકા વધુ મોંઘું થઇ ગયો છે અને આમ આદમી ઘર ચલાવવા માટે ભારે સંઘર્ષ કરી રહ્યો છે.
હવે ટમેટા નો ભાવ આકાશને આંબી રહ્યો છે અને કેટલાક શહેરોમાં પ્રતિ કિલો રૂપિયા 100 અન્ય કેટલાક રાજ્યોમાં 120 નો ભાવ થઈ જતા આમ આદમી ની રાડ ફાટી ગઈ છે. લીલા શાકભાજી 50 ટકા જેટલા મોંઘા થઇ ગયા છે ત્યારે લોકોને રસોડા ચલાવવા ભારે પડી રહ્યા છે.
- Advertisement -
રાંધણગેસના ભાવમાં વધારો થયા બાદ મોંઘવારીએ માઝા મૂકી હતી પરંતુ ત્યાર બાદ કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ સત્તા કરવામાં આવ્યા હતા અને પરિવહન વસ્તુ થયા બાદ મોંઘવારી કાબુમાં આવશે તેવી ધારણા રાખવામાં આવી રહી છે પરંતુ અત્યારે કેટલી ખાદ્યચીજોના ભાવો ભયંકર રીતે વધી રહ્યા છે અને લોકો રીતસરના લુટાઈ રહયા છે. ભાવ વધારા પાછળનું કારણ આપવામાં આવે છે કે પુરવઠા માં અવરોધો ઊભા થયા છે અને બીજી બાજુ હવામાન બિલકુલ અનિશ્ચિત બની ગયું છે પરિણામે કેટલી ખાદ્યચીજોના ભાવો બેફામ રીતે વધી રહ્યા છે અને તેમાં પણ લીલા શાકભાજીનો ભાવ બેકાબૂ બનતો જાય છે. હજુ પણ આગામી દિવસોમાં વધારો ચાલુ રહેવાની પૂરેપૂરી સંભાવના છે કારણકે પુરવઠાની વ્યવસ્થા બગડી ગઈ છે અને બીજી બાજુ હવામાન પણ ભયંકર રીતે અનિશ્ચિત બની ગયું છે અને આ પરિસ્થિતિ ક્યાં સુધી રહેશે તેની કોઈ આગાહી કરવામાં આવી નથી.