ખાસ-ખબર સંવાદદાતા
વિશ્ર્વના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક વિવાદોમાં ફસાયા છે. એલન મસ્ક સાથે જ કામ કરતી એક મહિલા કર્મચારીએ યૌન શોષણનો આરોપ લગાવીને સમગ્ર દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. આ મામલાને પતાવવા માટે વર્ષ 2018માં મહિલાને 2 કરોડ રૂપિયા પણ આપવામાં આવ્યા હતા. આ મહિલા મસ્કના એયરોસ્પેસ ફર્મ જાફભયડમાં ફ્લાઈટ એટેંડેંટનું કામ કરતી હતી. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. અને આરોપને લને મસ્કની પ્રતિક્રિયા પણ સામે આવી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, યૌન શોષણનો આરોપ લગાવનાર મહિલા એટેંડેટ જાફભયડ ના કોર્પોરેટર જેટ ફ્લીટના કેબિન ક્રૂની મેમ્બર હતી. તે કોન્ટ્રાક્ટ બેસિસ પર કામ કરતી હતી. ઇીતશક્ષયતત શક્ષતશમયદિનિી એક રિપોર્ટ પ્રમાણે મહિલાએ મસ્ક પર પ્રાઈવેટ પાર્ટ દેખાડવાનો અને અનુમતિ વગર તેના પગને ટચ કરવાનો આરોપ લગાવ્યો. તેના સિવાય મસ્કે મહિલાને ઈરોટિક મસાજના બદલામાં એક ઘોડો ખરીદી આપવાની ઓફર આપી હતી.
આ સમગ્ર ઘટના 2016ની છે. આ આરોપ અટેંડેંટની મિત્રએ એક જાહેરાતપત્ર જાહેર કરીને લગાવ્યો છે. જે મહિલાના સપોર્ટમાં તૈયાર કરવામાં આવ્યો છે. ઘોષણાપત્રના મતે, અટેંડેંટની મિત્રએ જણાવ્યું હતું કે, ફ્લાઈટ અટેંડેંટની નોકરી શરૂ કર્યાબાદ તેણે મસાજ પ્રોફેશનલનું લાઈસેંસ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી. આવું એટલા માટે કારણ કે તે મસ્કને મસાજ આપી શકે. ત્યારબાદ મસ્કના પ્રાઈવેટ કેબિનમાં એક મસાજ દરમિયાન મસ્કે અટેંડેંટ મહિલાને સેક્સ માટે પુછ્યું હતું.
પરંતુ મસ્ક તરફથી સેક્સુઅલી ડિમાન્ડ કર્યા બાદ મહિલાએ ના પાડી દીધી હતી. રિપોર્ટના મતે, ત્યારબાદ મહિલાને એવું મહેસૂસ થવા લાગ્યું કે તેણે કામ દરમિયાન સજા આપવામાં આવી રહી છે. વર્ષ 2018માં મહિલાએ કેલિફોર્નિયાના એક વકીલને હાયર કર્યો અને આ સમગ્ર કેસને લઈને કંપનીના હ્યૂમન રિસોર્સ ડિપાર્ટમેન્ટમાં એક ફરિયાદ દાખલ કરાવી હતી. કેસને લઈને કંપનીએ મહિલાના મિત્રને વાત કરી અને જલ્દીથી સમગ્ર કેસને પતાવી
દીધો હતો.
આ કેસ ક્યારેય કોર્ટમાં પહોંચ્યો નથી. નવેમ્બર 2018માં એક સમજૂતી થઈ, જેમાં આ ઘટનાને લઈને કેસ ના કરવા બદલ અટેંડેંટ મહિલાને લગભગ 2 કરોડ રૂપિયા આપવામાં આવ્યા. એટલું જ નહીં, આ ઘટનાને ગુપ્ત રાખવા માટે પણ મહિલાને કહેવામાં આવ્યું હતું.