રાજ્યમાં ગત વર્ષે 32.56 ઈંચ સાથે મોસમનો સરેરાશ 98.48 ટકા વરસાદ નોંધાયો હતો
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં હાલમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિ મામ પોકારી ઊઠ્યા છે. રાજ્યમાં ગરમીનો પારો 45 ડીગ્રીએ પહોંચ્યો છે. ત્યારે હવામાન વિભાગના મતે આગામી પાંચ દિવસ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે. બીજી તરફ, કાળઝાળ ગરમીમાંથી હવે એક મહિના કરતાં પણ ઓછા સમયમાં રાહત મળી શકે છે. ગુજરાતમાં આ વખતે સામાન્યથી વહેલું એટલે કે 10 જૂનની આસપાસ જ ચોમાસાનું આગમન થઇ જાય એવી શક્યતાઓ છે.
હવામાન વિભાગ પ્રમાણે, ’નૈઋત્યના ચોમાસાએ ભારતમાં આગમન કરી લીધું છે, જેમાં બંગાળની ખાડીના કેટલાક, જ્યારે આંદામાન-નિકોબાર ટાપુનો સમાવેશ થાય છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આગામી પાંચેક દિવસમાં કેરળ, કર્ણાટકના દરિયાઈ વિસ્તાર તેમજ મેઘાલય-આસામ-અરૂણાચલ પ્રદેશમાં આગામી ચારથી પાંચ દિવસમાં વરસાદ પડી શકે છે. ઉત્તર-પશ્ચિમ તેમજ મધ્ય ભારતમાં ગરમીની તીવ્રતા ઘટવાનું પણ શરૂ થઇ જશે. કેરળમાં 27 મેથી પહેલી જૂનની વચ્ચે સત્તાવાર રીતે નૈઋત્યના ચોમાસાનું આગમન થાય એવી શક્યતાઓ છે. ગુજરાતમાં ગત વર્ષે ચોમાસામાં 32.56 ઈંચ સાથે મોસમનો સરેરાશ 98.48 % વરસાદ
નોંધાયો હતો.